વોટ્સએપની નવી policy સ્વીકારવાની તારીખ 8 ફેબ્રુઆરીની આપી છે, કાંતો સ્વીકારો નહીતો વોટ્સએપ એકાઉન્ડ ડિલીટ કરોની ચેતવણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

ફેસબૂકની મેસેજીંગ ઍપ વૉટ્સઍપે પોતાની ટર્મ્સ અને પ્રાવઇવસી પોલિસીને અપડેટ કરી દીધી છે અને તેનુ નોટિફીકેશન ભારતમાં મંગળવાર સાંજથી ધીરે ધીરે યુઝર્સને આપવામાં આવી રહ્યું છે. વૉટ્સઍપે યુઝર્સને નવી પોલીસી એક્સેપ્ટ કરવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી પોલિસી યુઝર્સે એક્સેપ્ટ કરવી પડશે નહીંતર તમારુ અકાઉન્ટ ડિલીટ થઇ જશે.

મહત્વનું છે કે યુઝર્સે પોતાનું અકાઉન્ટ ચાલુ રાખવા માટે આ નવી પોલિસીને એક્સેપ્ટ કરવી જરૂરી હશે. તે માટે કોઇ ઓપ્શન યુઝર્સને નહી મળે. તો કે હાલમાં અહીં નોટ નાઉનો ઓપ્શન પણ દેખાઇ રહ્યો છે, એટલે કે હાલ તમે આ પોલિસી એક્સેપ્ટ નહી કરો તો પણ ચાલશે.

નવી પોલિસીમાં ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામનું ઇંટીગ્રેશન વધારે છે અને યુઝર્સનો હવે પહેલાથી વધારે ડેટા ફેસબૂક પાસે હશે. કંપનીએ સાફ કહી દીધુ છે કે ફેસબૂક સાથે વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામનું ઇંટીગ્રેશન વધારે હશે.

વૉટ્સઍપની અપડેટેડ પોલિસીમાં કંપનીએ આપેલા લાઇસન્સમાં કેટલીક વાતો લખાયેલી છે. તેમાં લખ્યું છે કે, અમારી સર્વિસ ઓપરેટ કરવા માટે તમારે વૉટ્સઍપને જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ કે રિસીવ કરો છો તેમને યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસપ્લે કરવા માટે દુનિયાભરમાં નોન એક્સલુઝિવ, રૉયલ્ટી ફ્રી, સબ્લિસેન્સેબલ અને ટ્રાન્સફરેબલ લાઇસન્સ આપે છે.

સાથે તેમાં તે પણ લખ્યું છે કે, આ લાઇસન્સમાં તમને આપવામાં આવેલા અધિકાર અમારી સેવાઓના સંચાલનના સીમિત ઉદેશ્ય માટે જ છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો