વેકસીનના બીજા ડોઝમાં વિલંબ કરવાથી પ્રથમ ડોઝ પ્રભાવી રહેવાની ગેરંટી નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

ફાઈઝરે પોતાની વેકસીનને લઈને ચેતવણી આપી : બ્રિટન-જર્મની સહિતના દેશોએ બધાને વેકસીન મળી રહે તે માટે બીજો ડોઝ મોડેથી આપવાનું નકકી કરતા ખુલાસો

ફાઈઝર બાયોએનટેકે પોતાની કોરોના વેકસીનને લઈને ચેતવણી જાહેર કરી છે કે એ બાબત સાબીત કરવાના કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે વેકસીનનો બીજો ડોઝ મોડેથી આપવા છતા પ્રથમ ડોઝ અસરકારક રહેશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બ્રિટન-જર્મની સહીત અનેક દેશોએ એવી યોજના બનાવી હતી કે ફાઈઝરની કોરોના વેકસીનની વેકસીનનો બીજો ડોઝ મોડેથી આપવામાં આવે જેથી વધુને વધુ લોકોને વેકસીનનો વધુને વધુ ડોઝ મળે.

ફાઈઝર-બાયોએનટેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એ બાબતના કોઈ પુરાવા નથી કે ત્રણ હપ્તા પછી પણ વેકસીનનો પહેલો ડોઝ લોકોને સુરક્ષા આપશે. કમિનિકલ ટ્રાયલમાં પણ મોટાભાગના લોકોને ત્રણ હ્પ્તાની અંદર જ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અનેક હેલ્થ એકસપર્ટે દાવો કર્યો હતો કે પ્રથમ ડોઝથી પણ લોકોને ઘણી સુરક્ષા મળશે, જો કે અમેરિકાના જાણીતા સંક્રામક રોગ વિશેષજ્ઞ એન્થની ફાઉચીએ બીજા ડોઝમાં વિલંબ કરવાને લઈને પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે કલીનીકલ ટ્રાયલમાં આ બાબતની તપાસ નહોતી કરાઈ.

જયારે બ્રિટનના કેટલાક સ્વાસ્થ્ય અધિકારીઓનું માનવું છે કે ઓકસફર્ડની કોરોના વેકસીનના બે ડોઝની વચ્ચે સમય વધાવાથી બહેતર ઈમ્યુનીટી મળે છે. ઓકસફર્ડ વેકસીન ગ્રુપના ડાયરેકટર એન્ડ્રયુ પોલેર્ડે જણાવ્યું હતું કે બે ડોઝ વચ્ચે સમય વધારવાથી અમને બહેતર ઈમ્યુન રિસ્પોન્સ મળ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63