વેક્સીન માટે નથી થઈ કોઈ એપ લોન્ચ, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ચેતવ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

કોરોના સામે ચાલી રહેલી જંગ વચ્ચે દેશમાં જલ્દીથી વેક્સીનેશનનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે Co-win નામની કેટલીક એપને લઇને મોટી ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીનના રજિસ્ટ્રેશન માટે હજુ સુધી કોઈ એપ લોન્ચ કરવામાં આવી નથી

કોરોના સામે ચાલી રહેલી જંગ વચ્ચે દેશમાં જલ્દીથી વેક્સીનેશનનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે Co-win નામની કેટલીક એપને લઇને મોટી ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીનના રજિસ્ટ્રેશન માટે હજુ સુધી કોઈ એપ લોન્ચ કરવામાં આવી નથી. તેથી CoWin નામની એપના જાળમાં ન આવતા. તમારી કોઈ વ્યક્તિગત જાણકારી એપ પર શેર ના કરો. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ પ્રકારની એપના લોન્ચિંગ વિશે યોગ્ય જાણકારીની સાથે જણાવવામાં આવશે.

સમાચાર સામે આવ્યા હતા કે, સરકાર તરફથી જાહેરાત પછી વેક્સીનની નોંધણી માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી Co-win એપ ડાઉનલોડ કરવાની રહેશે. નોંધણી થયા બાદ શિબિર વિશે માહિતી આપવામાં આવશે, પરંતુ હવે આ ચેતવણી સ્વાસ્થ્ય મંત્રાલયે આપી છે. અહીં, સોશિયલ મીડિયા પર એપ્લિકેશન વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. એપ્લિકેશનને લગતા ઘણા પ્રકારના મેમ્સ પણ જોવામાં આવ્યાં છે.

તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે દેશમાં રસીકરણ કાર્યક્રમ આવતા અઠવાડિયાથી શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ મંગળવારે કહ્યું હતું કે કોરોના વેક્સીનની મંજૂરીના 10 દિવસ પછી રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી આવતીકાલે કરશે બેઠક ત્યારે કોવિશીલ્ડ અને કોવેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ દેશ આતુરતાથી રસીકરણ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છે. રસીકરણને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન પૂરતા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુરુવારે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે. ડો. હર્ષવર્ધન વેક્સીન વિતરણને લઇને રાજ્ય સરકારની તૈયારીઓની જાણકારી મેળશે. આવતીકાલે 12.30 વાગ્યે વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા બેઠક યોજાશે. આ બેઠકમાં વેક્સીનેશનની આધારભૂત તૈયારીઓની સમીક્ષા થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો