(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021
5800 કરોડનું ટર્ન ઓવર ધરાવતી દૂધસાગર ડેરી પર પરિવર્તનનો પવન ફૂંકાયો છે અને હવે પરિવર્તન પેનલ રાજ કરશે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીની પરિવર્તન પેનલની જીત થઇ છે. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં કુલ 15 બેઠકમાંથી તમામ 15 બેઠક પર વિપુલ ચૌધરીની વિકાસ પેનલનો રકાસ થયો છે. ત્યાં સુધી કે વિકાસ પેનલના વિપુલ ચૌધરી ખુદ પોતાની ખેરાલુ બેઠક પરથી હારી ગયા છે. વિપુલ ચૌધરી માત્ર 2 મતોથી હારી ગયા છે.
આમ દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના શાસનનો અંત આવ્યો છે. મહત્વનું છેકે મહેસાણાની દૂધ સાગર ડેરીની 15 બેઠક પર 41 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ચૂંટણીમાં કુલ 99.11
ટકા મતદાન થયું હતું. જ્યારે 10 જેટલા મતદારોએ મતદાન નહોતુ કર્યુ. દૂધસાગર ડેરીની ચૂંટણીમાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરીની પેનલ વચ્ચે રસાકસી ભર્યો જંગ હતો. પરંતુ જેવા જ ચૂંટણી પરિણામો આવ્યા તેમાં વિપુલ ચૌધરીની વિકાસ પેનલનો રકાસ થયો. જ્યારે પરિવર્તનનો પવન ફૂંકાવાની સાથે અશોક ચૌધરીની પરિવર્તન પેનલને ઝળહળતો વિજય થયો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63