(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021
મળતી વિગત અનુસાર ગાંધીનગર ખાતે સ્વર્ણિમ સંકૂલમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં વધુ 8 કર્મચારી કોરોના સંક્રમિત જોવા મળ્યાં છે. જેના કારણે મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 19 થયો છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે 11 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. આમ આજે વધુ 8 કર્મચારી કોરોના સંક્રમિત થતા કુલ આંક 19 થયો છે. ત્યારે તમામ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યાં છે.
ગઇકાલે રાજ્યના પાટનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળ્યો હતો. જેમાં CMOના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત જોવા મળ્યાં હતા. જેમાં ઉપસચિવ, સેકશન, ઓફિસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જો કે આ પાછળ ISOની ટીમની મુલાકાત બાદ કોરોના ફેલાયો હોવાની શક્યતા છે. હાલ તકેદારીના ભાગરુપે મુખ્યમંત્રી કાર્યાલયમાં મુલાકાતીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે.
5 જાન્યુઆરી 2021ના રોજ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણના 655 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. આ સાથે જ રાહતના સમાચાર છે કે રિકવરી રેટ ઉત્તરોત્તર વધી રહ્યો છે. જોકે, રાજ્યમાં કોરોનાના થતા ટેસ્ટની સંખ્યા પણ ઘટી છે. રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે, આ સાથે મહાનગરોમાં પણ કોરોનાના કેસ 150થી ઓછા નોંધાયા છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63