બીટકોઈન સહિતની ડીજીટલ કરન્સીને માન્યતા અપાશે: 12થી18% જીએસટી લગાવવા તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

ભારતમાં પણ ટુંક સમયમાં અન્ય કરન્સીની માફક ઓનલાઈન કરન્સીનો કાનૂની વ્યાપાર શરુ થઈ શકશે અને બીટ કોઈન સહિતની ડીજીટલ કરન્સીને સરકાર સર્વિસ ક્ષેત્રમાં સમાવીને તેના પર જીએસટી પણ લાગશે. એક સમયે કોઈ રેગ્યુલેશન વગર જ ભારતમાં બીટ કોઈન સહિતની ડીજીટલ કરન્સીનો વેપાર થતો હતો પણ તે કેન્દ્ર સરકારે પ્રતિબંધીત કર્યો હતો જેની સામે સુપ્રીમમાં રીટ થતા આ ડીજીટલ કરન્સીના વેપારને કાનૂની ગણાવતા હવે સરકાર તેમાં કમાણીની તૈયારી કરે છે. કેન્દ્રીય આર્થિક ગુપ્તચર બ્યુરોએ બીટકોઈન સહિતની ડીજીટલ કરન્સીને રેગ્યુલર કરવા માટે ભલામણ કરી તેના પર જીએસટી મારફત સર્વિસ ટેક્ષ લગાવવાની પણ ભલામણ કરી છે. ભારત અને વિશ્વએ બીટકોઈનએ ડીજીટલ કરન્સી સાથે ગેરકાનુની વ્યાપારમાં પણ બીટકોઈનનો વપરાશ વધી ગયો છે અને હાલ તે કોઈ ઓથોરીટી રેગ્યુલેટ કરતી નથી અને તેમાં ભારતમાંથી જે રોકાણ તથા વ્યવહાર થઈ રહ્યા છે જેનાથી રીઝર્વ બેન્ક ચોંકી ઉઠી છે અને હવે સુપ્રીમે પણ માન્યતા આપી છે તેથી બીટકોઈન સહિતની ડીજીટલ કરન્સીને ફોરેન એકસચેંજ કે બેંકીંગની જેમ જ કાનૂની રીતે લેવડ દેવડની માન્યતા આપી તેના દરેક વ્યવહાર પર 12થી18%ના દરે જીએસટી લગાવવા ભલામણ કરી છે. આ અંગેની એક દરખાસ્ત તૈયાર છે અને બજેટમાં તે સમાવી લેવાશે અને બીટકોઈનને શેર કે મિલ્કતની જેમ એક સંપતિ તરીકે પણ માન્યતા અપાશે જેથી તેના પર લોંગટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ પણ લાગી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો