બર્ડ ફ્લૂને લઈને અલર્ટ:અત્યારસુધીમાં 1 લાખથી વધારે પક્ષીનાં મૃત્યુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

કોરોનાની મહામારીની સાથે જ હવે દેશનાં અનેક રાજ્યો પક્ષીઓની મહામારી બર્ડ ફ્લૂની ઝપેટમાં આવી ગયાં છે. હરિયાણા, હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં અત્યારસુધીમાં 84,775 પક્ષીનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જેમાં હિમાચલ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કેરળમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે હરિયાણા 70 હજારથી વધારે પક્ષીના મોત થયા છે અને ગુજરાત 53 પક્ષીના મોત થયા છે. આ તમામ પક્ષીઓનાં સેમ્પલ તપાસ માટે ભોપાલ મોકલવામાં આવ્યાં છે. આટલી મોટો સંખ્યામાં પક્ષીઓનાં મૃત્યુ બાદ 6 રાજ્યમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં અત્યારસુધીમાં 200થી વધુ પક્ષીઓનાં મૃત્યુ થયાં છે. ઈન્દોર, મંદસોર, આગર, ખરગોન, ઉજ્જૈન, દેવાસ, નીમચ અને સિહોરમાં કાગડાઓ મૃત મળી આવ્યા છે. તેમાં ઈન્દોર અને મંદસોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ જિલ્લાઓમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ક્યાંય પણ પક્ષી મૃત હાલતમાં મળે તો સેમ્પલ મોકલવામાં આવે. મૃત્યુ પામેલાં પક્ષીઓનો રિપોર્ટ પોઝિટિવ મળી રહ્યો છે, જ્યાં પોલ્ટ્રી ફાર્મમાં પણ સેમ્પલ લેવાનું કહેવામા આવ્યું છે. મધ્યપ્રદેશ પશુપાલન વિભાગના સંચાલક ડો. આર.કે. રોકડે કહે છે કે મધ્યપ્રદેશમાં રાજસ્થાનના સરહદી વિસ્તારમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે. અમે સમગ્ર પ્રદેશ પર નજર રાખી રહ્યા છીએ. જૂનાગઢમાં 53 પક્ષીનાં મૃત્યુ, રિપોર્ટ પેન્ડિંગ ગુજરાતનાં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં 2 જાન્યુઆરીએ બતક- બગલા સહિત 53 પક્ષી મરુત મળી આવ્યાં હતાં. બર્ડ ફ્લૂની આશંકાએ પક્ષીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગુજરાતનાં મુખ્ય વનસંરક્ષણ મંત્રી શ્યામલ ટીકાદારે જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂની આશંકાને જોતાં અમે અલર્ટ જાહેર કર્યું છે. રેન્જ વન અધિકારી એ. એ. ચાવડાએ જણાવ્યું હતું કે 53 પક્ષી મૃત મળી આવ્યાં છે પણ તેમનાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. બર્ડ ફ્લૂનાં લક્ષણ બર્ડ ફ્લૂ થવા પર કફ, ઝાડા, તાવ, શ્વાસ સંબંધિત સમસ્યા, માથું દુખવું, ગાળામાં દુખાવો, નાક વહેવું અને બેચેની જેવી તકલીફ થઈ શકે છે. આખરે કેમ છે બર્ડ ફ્લૂ આટલો જોખમી એવિયન ઇન્ફ્લૂએન્ઝા કે એવિયન ફ્લૂને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. આ પક્ષીઓમાં ફેલાતી બીમારી છે. સંક્રમિત પક્ષીના સંપર્કમાં આવવાથી આ રોગ માણસમાં પણ ફેલાવાની આશંકા જણાઈ રહી છે. મૃત અને જીવંત બંને પક્ષીઓનો આ ચેપ મનુષ્યમાં ફેલાઇ શકે છે. એચ 5 એન 1 વાઇરસ બર્ડ ફ્લૂ માટે જવાબદાર હોય છે. સંક્રમિત પક્ષીને ખાવાથી પણ આ બીમારી થઈ શકે છે અથવા ચેપગ્રસ્ત પાણીના સંપર્કમાં આવવાથી પણ એ ફેલાય છે. કાગડો બધે સહેલાઇથી પહોંચી જાય છે, તેથી તેના પર સૌથી વધુ જોખમ રહે છે. એવામાં જો કોઈ સંક્રમિત પક્ષી તેમના સંપર્કમાં આવે છે તો આ વિદેશી પક્ષીઓના જીવને પણ જોખમ પહોંચી શકે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63