ચાઇનીઝ દોરા, તુક્કલ, માંજાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

ઉતરાયણના તહેવારોમાં ચાઇનીઝ દોરા કે માંજાના કારણે પક્ષીઓ તાથા લોકોને ઇજા થવાના અનેક બનાવ બને છે. આવી ઈજાઓ કયારેક પક્ષીઓ તાથા લોકોના મત્યુનું કારણ બને છે. એ કારણથી તંત્ર દ્વારા પણ ચાઈનીઝ દોરા, માંજા, તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તહેવારોમાં ખુબ જ માત્રામાં પ્લાસ્ટીકના પતંગો તાથા ચાઇનીઝ દોરીઓ જમીન પર જેમ તેમ  પડી રહે છે. જે પ્લાસ્ટીકના હોવાના કારણે લાંબો સમય સુાધી સડતા નાથી અને  ગટરો બ્લોક થઇ જાય છે. આવા દોરા ગળી જવાના કારણે ગાય કે અન્ય પશુઓના મત્યુ થાય છે. 

આ બાબતને ધ્યાને લઇ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી, સમગ્ર જિલ્લામાં આગામી તા. ૩૧-૦૧ સુાધી પતંગો ઉડાડવા માટે પ્લાસ્ટીક, સિંથેટીક મટીરીયલ, ટોક્ષીક મટીરીયલ, લોખંડ પાવડર, કાચ વગેરેથી તૈયાર કરેલા પાકા દોરા જેમા ખાસ કરીને ચાઇનીઝ બનાવટના દોરા, તુકકલ, સ્કાય લેન્ટર્ન અને ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે તેમ વાધુમાં જણાવાયું છે. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ઉપરોક્ત મટીરીયલ વાપરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી માંગ ઉઠી છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63