26 જાન્યુ.ની રાજ્ય કક્ષાની ઉજવણી રદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-01-2021

કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારને એક પછી એક ઉત્સવો-કાર્યક્રમો કમને રદ કરવા પડી રહ્યાં છે. હવે પ્રજાસત્તાકદિનની રાજ્યકક્ષાની ઉજવણી પણ બંધ રખાઈ છે. દાહોદ ખાતે 26મી જાન્યુઆરીએ માત્ર ધ્વજવંદનના કાર્યક્રમ થશે, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે મોટેભાગે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહેશે. એટ હોમ જેવો મહત્ત્વનો પ્રોટોકોલ કાર્યક્રમ તથા કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આ વખતે નહીં યોજાય, જે એક ઐતિહાસિક બીના બની રહેશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ નિર્ણય બાબતે આંતરિક પરિપત્ર બહાર પાડશે એમ જણાવાઈ રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી એ રાજ્ય સરકાર માટે મોટી રાજકીય બની રહેતી હોય છે. જે કોઈ જિલ્લામાં રાજ્યકક્ષાની ઉજવણી હોય ત્યાં બે-ચાર દિવસ પબ્લિસિટી માટે લોકોને ભેગા કરી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે અને સાંજે-રાત્રે

ડાયરા-સાંસ્કૃતિક કાર્યક્રમોના જલસા રખાય છે. રાજકીય રીતે લણણી થતી હોઈ સરકાર કરોડો રૂપિયાનું આંધણ આ ઇવેન્ટ્સ પાછળ કરે છે. પરંતુ આ વર્ષે કોરોનાને પગલે આ બધી ઉજવણી-તાયફા માંડી વળાયા છે. જોકે મંત્રીઓ એમના વતનના જિલ્લા મથકે ધ્વજવંદન કરાવી શકશે, પણ ભીડ ભેગી નહીં કરી શકે. કયા મંત્રી ક્યાં ધ્વજવંદન કરાવશે, તેનો પ્રોગ્રામ હવે પછી જાહેર થશે. ગયા વર્ષે 71મા પ્રજાસત્તાકદિનની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીની કર્મભૂમિ રાજકોટ ખાતે થઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63