તો 14 જાન્યુઆરીથી અપાશે કોરોના વેક્સીન? સરકારે આજે જણાવી સમગ્ર પ્રક્રિયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-01-2021

દેશમાં કોરોના વાયરસના કેસો ઘટી રહ્યા છે અને કેટલાક તજજ્ઞોના જણાવ્યા મુજબ દેશમાં હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે. જોકે, હજુ પણ કોરોનાનો ખતરો ટળ્યો નથી, ખાસ કરીને યુકેનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ વધુ સાવચેતી રાખવી જરૂરી બની ગઈ છે. બીજી તરફ વેક્સીનેશનને લઈને દેશમાં પૂરજોરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વેક્સીનેશન પર આરોગ્ય મંત્રાલયે ખુશખબર આપતા કહ્યું કે, 10 દિવસમાં વેક્સીન લગાવવાનું શરૂ થઈ શકે છે. કોવેક્સીનના ઉપયોગ પહેલા મંજૂરી લેવી જરૂરી હશે. મંજૂરી મળ્યા બાદ 10 દિવસ પછી વેક્સીન રોલ આઉટ થઈ શકે છે. કોરોના પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આરોગ્ય મંત્રાલયે આ વાત કરી. મંત્રાલયે કહ્યું કે, કોરોનાના રોજ આવતા કેસોનો દર 3 ટકા ઘટ્યો છે.

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, પૂરી તૈયારી સાથે જ વેક્સીનેશન શરૂ કરાશે. વેક્સીનેશનની પ્રક્રિયા ડિજિટલ દેખરેખ હેઠળ કરવામાં આવશે. આવનારા 10-15 દિવસોમાં વેક્સીનેશન માટે સરકાર તૈયાર છે. ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશનની જરૂર નથી. એક વેક્સીનેશન ટીમમાં 5 લોકો રહેશે. વેક્સીન સ્ટોર કરવા માટે દેશમાં 41 હજાર કોલ્ડ સ્ટોરેજ છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, વેક્સીન રાખવા સ્થળો પર તાપમાન માપવાનું યંત્ર હશે. અમે ડ્રાય રન માટે 125 જિલ્લામાં 286 સેશન્સ સાઈટ્સ તૈયાર કરી છે. તે સાથે જ ડિજિટલ માધ્યમથી જ વેક્સીનનો પહેલા અને બીજા ડોઝ આપવા માટે તારીખ આપવામાં આવશે. ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત યુનિક હેલ્થ આઈડી પણ બનાવી શકાશે. તો, કેડિલાની વેક્સીન ડીએનએ આધારિત છે. ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું કે, સારી એન્ટીબોડી બની છે. કોવિશીલ્ડ અને કોવેક્સીનને રાખવા માટે 2-8 ડિગ્રી તાપમાનની જરૂર છે.

5 રાજ્યોમાં થયેલા ડ્રાય રનને મળી સફળતા

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશના 5 રાજ્યોમાં ડ્રાય રન સફળ રહી છે. કોરોનાથી લોકો સંક્રમિત થવાની આશંકા હજુ પણ છે. વડાપ્રધાને જે રીતે કહ્યું કે, દવાઓ પણ અને કડકાઈ પણ. આપણે સાવચેતી રાખવામાં કચાસ નથી રાખવાની. તો, ભારતમાં અત્યાર સુધી કોરોનાના નવા વેરિયન્ટના 71 કેસ સામે આવ્યા છે. યુકેના નવા સ્ટ્રેનની વેક્સીન પર કોઈ અસર નહીં પડે. નીતિ આયોગે જણાવ્યું કે, વિશ્વભરમાં ક્યાંય પણ વેક્સીનના સામાન્ય ઉપયોગની મંજૂરી નથી મળી.

હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સને નહીં કરાવવું પડે રજિસ્ટ્રેશન

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, Co-WIN સિસ્ટમ ભારતમાં બની છે, પરંતુ દુનિયાના દેશોની જરૂરિયાત મુજબ તેને તૈયાર કરાઈ છે. અન્ય દેશ જો તેનો ઉપયોગ કરશે તો તેમની મદદ કરવામાં આવશે. હેલ્થ વર્કર્સ અને અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સે વેક્સીન માટે Co-WIN પર રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે. અન્ય લોકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63