હેકર્સ તમારી બેંકમાંથી પૈસા ઉપાડી લે તો પણ હવે બેંક જવાબદાર રહેશે!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2021

રાષ્ટ્રીય ગ્રાહક કમિશન (National Consumer Commission) તરફથી એક મહત્ત્વો નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કમિશન તરફથી ચુકાદો આપતા કહેવામાં આવ્યું છે કે હેકર્સ (hackers) કે અન્ય કોઈ કારણથી ગ્રાહકના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે કે પછી છેતરપિંડી કરવામાં આવે છે તો તેમાં ગ્રાહકની કોઈ બેદરકારી નથી. આ પ્રકારના કેસમાં બેંક મેનેજમેન્ટ (Bank management)ની જવાબદારી બને છે. રાષ્ટ્રીય ગ્રાહક કમિશને એક ખાનગી બેંકને હેકર્સ દ્વારા ઉઠાંતરી કરવામાં આવેલા પૈસાની સાથે સાથે કેસનો ખર્ચ અને માનસિક પીડા સહન કરવાનું પણ વળતર આપવાનો આદેશ કર્યો છે. ગત વર્ષે 20 જુલાઈના રોજ મોદી સરકારે નવો ગ્રાહક સુરક્ષા કાયદો-2019 (Consumer Protection Act, 2019) લાગૂ કર્યો છે. આ એક્ટ લાગૂ થયા બાદ દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે, જેમાં રાષ્ટ્રીય ગ્રાહક કમિશને બેંક મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63