ભારતે બનાવી દુનિયાની સૌપ્રથમ હોસ્પિટલ ટ્રેન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-12-2020

ભારતીય એક ખાસ ટ્રેન બનાવી દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. રેલ મંત્રાલયના મત પ્રમાણે ભારતીય રેલવેએ દુનિયાની પ્રથમ હોસ્પીટલ ટ્રેન બનાવી રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રેલવેના મત પ્રમાણે આ હોસ્પિટલ ટ્રેનને લાઈફલાઈન એક્સપ્રેસ નામ આપવામાં આવ્યા છે. આ ટ્રેનમાં એક હોસ્પીટલની જેમ સુવિધાઓ છે. રેલ મંત્રાવયે ટ્વિટર થકી હોસ્પિટલ ટ્રેનની ફોટો શેર કરી છે. જાણકારી પ્રમાણે લાઈફલાઈન એક્સપ્રેસ ટ્રેન અસમના બદરપુર સ્ટેશન પર તૈનાત છે. આ હોસ્પિટલ ટ્રેનમાં અત્યાધુનિક ટેકનીક ઉપકરણ અને ડોક્ટર્સની ટીમ છે. જેમાં 2 મોર્ડન ઓપરેશન થીએટર અને 5 ઓપરેટિંગ ટેબલ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ છે. લાઈફલાઈન એક્સપ્રેસમાં દર્દીઓનો ફ્રી સારવારની વ્યવસ્થા છે. રેલવે દ્વારા શેર કરવામા આવેલી ફોટોથી અંદાજ લગાવવામા આવી શકે છે કે, આ ટ્રેનમાં બધી આધુનિક સુવિધા છે. કોરોના વચ્ચે મુસાફરોની સુરક્ષા માટે ઈન્ડિયન રેલવેએ ઘણી નક્કર વ્યવસ્થાઓ કરી છે. જેમાં રેલવે સ્ટેશનો પર ઓટોમેટિક ટિકિટ ચેકિંગ મશીન સહિત ઘણી સુવિધાઓ સામેલ છે. કોરોના સંક્રમણના સમયમાં હાઈટેક થતા જઈ રહ્યા, રેલવેએ મેડિકલ આસિસ્ટેન્ટ રોબોટ સહિત તમામ આધુનિક મશીનોની શરૂઆત કરી.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63