ગુજરાત વેકસીનેશન માટે તૈયાર: તમામ તૈયારીઓ પૂર્ણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2021

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાત કોવિડ-19 કોરોના સામેના વેકસીનેશન અંગે સંપૂર્ણસજ્જ છે. તેમે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં જ આ મેઇડ ઇન ઇન્ડીયા વેકસીન આવી જવાની અને રસીકરણ પણ શરુ થવાનું છે. ગુજરાતમાં આ રસીકરણની સંપૂર્ણ તૈયારીઓ રાજ્ય સરકારે કરી લીધી છે. કોલ્ડ ચેઇન બની ગઇ છે. સર્વેક્ષણ કામગીરી થઇ ગઇ છે તથા રસીકરણ માટેની તાલીમ પણ કર્મીઓને અપાઇ ગઇ છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એમ પણ કહ્યું હતું કે ભારત સરકાર રસીકરણ પ્લાન જાહેર કરે કે તુરત જ ગુજરાતમાં પણ વેકસીનેશન કામગીરી રાજ્ય સરકાર શરુ કરી દેવા સુસજ્જ છે. મુખ્યમંત્રીએ વનબંધુ વિસ્તાર આહવા ડાંગમાં પાણી પુરવઠાની યોજનાઓના ભૂમિપૂજન ખાતમુહુર્ત અવસરે સંબોધન કરતા આ માહિતી આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63