સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે 6.6 કરોડ વેક્સીન ખરીદવાની ડીલ કરી, 200 રૂપિયાનો હશે ડોઝ- સૂત્ર

ભારત અને જીએવીઆઈ દેશોની જરૂરિયાત પૂરી કર્યા પછી જ પ્રાઇવેટ બજારમાં આ વેક્સીન આપવામાં આવશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-01-2021

નવી દિલ્હી : એસ્ટ્રાજેનેકા (Astrazeneca)અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University)દ્વારા વિકસિત કોરોના વાયરસ વેક્સીનનો (Coronavirus Vaccine)ખર્ચ સરકારને પ્રતિ ડોઝના 3-4 ડોલર (219-292 રૂપિયા) થશે. આ વેક્સીનની ભારતીય વિનિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ (Serum Institute of India) સોમવારે જાણકારી આપી છે. દુનિયાની સૌથી મોટી વેક્સીન વિનિર્માતા એસઆઈઆઈ (SII) પાસે કોવિડ-19 વેક્સીનના (Covid-19 Vaccine)ડોઝના ઉત્પાદનના લાયસન્સ છે અને અત્યાક સુધી તે પાંચ કરોડ ડોઝ ઉત્પાદન પણ કરી ચૂકી છે.

કેન્દ્રએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ સાથે વેક્સીન ખરીદ સમજુતની રુપરેખા તૈયાર કરી છે. ન્યૂઝ 18ને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે ત્રણ કરોડ ફ્રન્ટલાઇન અને હેલ્થકેયર વર્કસને વેક્સીન લગાવવા માટે 6.6 કરોડ ડોઝ ખરીદશે. એસઆઈઆઈ મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) અદાર પૂનાવાલાએ (Adar Poonawala) પીટીઆઈને કહ્યું કે કંપની પ્રથમ ચરણમાં ભારત સરકાર અને જીએવીઆઈ (વેક્સીન અને ટિકાકરણના વૈશ્વિક ગઠજોડ) દેશોને કોવિશીલ્ડનું (Covishield)વેચાણ કરશે. તે પછી વેક્સીન વેચાણ માટે બજારમાં આવશે.

પૂનાવાલાએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે બધાને ઉચિત કિંમત પર આ વેક્સીન ઉપલબ્ધ થાય. ભારત સરકારને આ વેક્સીન ઘણી ઓછી કિંમતમાં 3-4 ડોલરમાં મળશે. તે મોટી માત્રામાં વેક્સીન ખરીદશે. પ્રાથમિકતાના આધારે આ વેક્સીન ભારત અને જીએવીઆઈ દેશોને આપવામાં આવશે. ભારત અને જીએવીઆઈ દેશોની જરૂરિયાત પૂરી કર્યા પછી જ પ્રાઇવેટ બજારમાં આ વેક્સીન આપવામાં આવશે. પ્રાઇવેટ બજારમાં આ વેક્સીન 6-8 ડોલરમાં આપવામાં આવશે.

પૂનાવાલાએ કહ્યું કે એક મહિના સુધી સીરમ પાસે આ વેક્સીનના 10 કરોડ ડોઝ હશે. એપ્રિલ સુધી સંભવત આ આંકડો ડબલ થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63