(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-12-2020
દિલ્હી અને પંજાબ બાદ આમ આદમી પાર્ટી દેશના અન્ય રાજ્યોમાં પણ પગ પેસારો કરવાની તૈયારીમાં છે. અન્ય રાજ્યોમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ‘આમ આદમી પાર્ટી’ સ્કૂલી શિક્ષણ, વિજળી, પાણી જેવા વિષયના મુદ્દાઓ મતદારો સામે રાખી રણનીતિ ઘડી રહી છે. આમ આદમી પાર્ટી ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, ગોવા સહિતના રાજ્યોમાં નવેસરથી પ્રારંભ કરવા જઈ રહી છે. પક્ષ આગામી સમયમાં ચાર રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં ચૂંટણી લડશે.
દિલ્હી જલ બોર્ડના ઉપાધ્યક્ષ રાઘલ ચડ્ઢાને પંજાબ અને કાલકાજીની ધારાસભ્ય આતિશીને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ હાલ પોતાના પ્રભારવાળા રાજ્યોમાં છે અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી જ અહીં શરૂઆત કરી રહી છે. આ માટે પક્ષે ઉમેદવારોની યાદી પણ જાહેર કરી દીધી છે. આતિશીએ અમદાવાદમાં સુંદરકાંડ પાઠમાં સામેલ થવાની સાથે જાણીતા ડોક્ટર્સ સાથે મળી પક્ષનો એજન્ડા તેમના સુધી પહોંચાડ્યો.
બિહારના પ્રભારી તથા દિલ્હીના બુરાડીથી ધારાસભ્ય સંજીવ ઝા જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં બિહારની મુલાકાતે જશે. આપ અહીં પંચાયત ચૂંટણીથી શરૂઆત કરશે. સંજય ઝાએ કહ્યું કે,સ્ત્રપક્ષ બિહારમાં યોજાનારા પંચાયત ચૂંટણી પર ફોક્સ
કરી રહી છે. અહીં નઆપથ વધુમાં વધુ ઉમેદવારો સાથે પંચાયત ચૂંટણી લડશે. દિલ્હીના ધારાસભ્ય દિનેશ મોહનિયાને ઉત્તરાખંડનો પ્રભાર સોંપવામા આવ્યો છે. તેઓ પણ જાન્યુઆરીમાં ઉત્તરાખંડના ડઝનેક સ્થળોની મુલાકાત કરવા જઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ ઉત્તરાખંડમાં આપ સરકારના દિલ્હી મોડલને દરેક ઘર સુધી પહોંચાડવાની રણનીતિ બનાવી છે.
આમ આદમી પાર્ટીએ ઉત્તર પ્રદેશના 65 જીલ્લાના પ્રભારીઓની નિયુક્તિ પણ કરી દીધી છે. અહીં પણ આપ પંચાયત ચૂંટણી સાથે આગળ વધશે. અરવિંદ કેજરીવાલે જાતે જ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારીઓની જાહેરાત કરી હતી. વાસ્તવમાં તેની પાછળ પક્ષની ખાસ યોજના છે. આમ આદમી પાર્ટી દિલ્હી સાથે જોડાયેલા રાજ્યોમાં પોતાનું સંગઠન મજબૂત કરવામાં લાગી છે. સંગઠન બનાવવા અને મજબૂત કરવાનો હેતુ ભલે વિધાનસભા ચૂંટણી માટે હોય પરંતુ શરૂઆત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓથી કરવામા આવી રહી છે.
ગુજરાતમાં ‘દિલ્હી મોડલ’!
આતિશીએ ગુજરાતના લોકોને જણાવ્યું કે, કઈ રીતે દિલ્હીનો એક વિજય નામનો યુવક જેના પિતા દરજી છે, તેણે કેજરીવાલ સરકારની કોચિંગ શુલ્ક સહાયતા યોજના થકી જેઈઈ પાસ કરી આઈઆઈટી દિલ્હીની તે ક્લાસમાં એડમિશન મેળવ્યું જ્યાં મુખ્યમંત્રી કેજરીવાલના દીકરાએ પણ પ્રવેશ મેળવ્યો હતો. ધારાસભ્ય આતિશીએ જણાવ્યું કે, સાચુ ગુજરાત મોડલ તો ત્યારે જ બનશે જ્યારે ગરીબ પરિવારના બાળકોને એવી શિક્ષા મળે કે દેશની ટોચની શિક્ષણ સંસ્થાઓમાં એડમિશન લઈ શકે. માત્ર અમુક ગણતરીના સારા રસ્તાથી ગુજરાત મોડલ ના કહી શકો.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63