એસ.ટી.નિગમ 1000 નવી બસ ખરીદશે

50 ઇલેક્ટ્રિક બસ પણ દોડશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.01-12-2020

2021ની શરૂઆતના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોની (Gujarat Citizens) સુખાકારી માટે 1000 નવી બસ (new bus)  ખરીદવાની જાહેરાત કરી છે. 1000 બસ આગામી જૂન મહિનાથી રાજ્યના મુસાફરોની સેવામાં કાર્યરત થઇ જશે એમ પણ મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતું. આ નવી 1000 બસ અદ્યતન ટેકનોલોજી BS-6થી સજ્જ હશે જેનાથી પર્યાવરણની પણ રક્ષા થશે.તેમજ સ્વચ્છ પર્યાવરણપ્રિય પરિવહન સેવામાં એસ.ટી. નિગમ (S.T. Nigam) નવી 50 ઇલેકટ્રીક બસ પણ દોડાવશે.

રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તલોદ, સિદ્ધપૂર, અંકલેશ્વર, ચુડા અને દિયોદરમાં કુલ રૂ.12.89 કરોડના ખર્ચે નવનિર્મિત પાંચ બસ મથકો, ઊનામાં રૂ.2.36 કરોડના ખર્ચે નવનિર્મિત ડેપો વર્કશોપના ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા છે.

આ લોકાર્પણ સાથોસાથ રાજ્યમાં 10 સ્થળો વસઇ, કોટડાસાંગાણી, ભાણવડ, મહુવા, તુલસીશ્યામ, ધાનપૂર, કેવડીયા કોલોની, સરા, કલ્યાણપૂર અને ટંકારા ખાતે કુલ રૂ. 18.41 કરોડના ખર્ચે નિર્માણ થનારા આધુનિક બસ મથકોને ઇ-ખાતમૂર્હત વિધિ પણ સંપન્ન કરી હતી.

ગુજરાત એસ.ટી નિગમ રોજની 45 હજારથી વધુ ટ્રિપના સંચાલનમાંથી ૩૦ હજાર ગામોમાં કરવામાં આવે છે અને દરેક ગામને ઓછામાં ઓછી રોજની બે ટ્રિપ મળે તેવું આયોજન કર્યુ છે. એસ.ટી પ્રજાની સેવા માટેનું સાધન છે અને વિદ્યાર્થીઓ, વૃદ્ધો, દિવ્યાંગોને કન્સેશન-રાહત સેવા આપવા સાથે ગરીબ-જરૂરતમંદ લોકોને લગ્ન જેવા પ્રસંગોમાં રાહત દરે બસ આપવાની સગવડો લોકસેવાનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.ટી સેવાઓ કુદરતી આપત્તિઓ પૂર, વાવાઝોડા, કોરોના સંક્રમણ વગેરેમાં પણ લોકોને સલામત સ્થળે પહોચાડવા તેમજ જરૂરી સેવા-સુવિધા માટે ખડેપગે રહે છે.

એસ.ટી બસોમાં વોલ્વો, સ્લીપર કોચ, મિની બસ તેમજ ચોક્કસ સમયપત્રક મુજબ સંચાલન માટે GPS સિસ્ટમ પણ એસ.ટી બસોમાં કાર્યરત કરાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63