CBSC ના ધોરણ 10, 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-12-2020

કોરોના મહામારી (Corona Virus) વચ્ચે સીબીએસઈ (CBSE)ના વિદ્યાર્થી (Student)ઓની પરીક્ષા (Exam)ની તારીખો જાહેર થઈ ગઈ છે. કેન્દ્રિય શિક્ષણ મંત્રી (Union Education Minister) રમેશ પોખરિયાલ નિશંકે (Ramesh Pokhriyal Nishank) CBSE  બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેરાત કરી છે. 4 મે થી 10 જુન 2021 સુધી આ પરીક્ષાઓ યોજાશે.

શિક્ષણ મંત્રી (Union Education Minister) ના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ 2021 સુધીમાં પરિણામો જાહેર થઈ જશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1લી માર્ચ 2021થી શરૂ થઈ જશે. પરીક્ષા દરમિયાન કોરોના મહામારીની ગાઈડાલાઈન  (Corona Guidelines)અને કોરોનાથી બચવાની તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

શિક્ષણમંત્રી પોખરીયાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું હતું. જ્યાં ઓનલાઈન શિક્ષણ આપવું શક્ય નહોતું ત્યાં ડીટીએચ દ્વારા ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને પરંતુ વિદ્યાર્થીઓના વાલીઓ પાછળ હટ્યા નથી. શિક્ષકો તો યોદ્ધા બનીને સામે આવ્યા છે. મને ગર્વ છે કે, શૈક્ષણિક ગતિવિધિઓ યથાવત રહી. અમે શિક્ષકો, વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા રહ્યાં. નીટની પરીક્ષા લેવાઈ જે કોરોના કાળની સૌથી મોટી સફળતા રહી. પહેલા આપણે મોબાઈલ ફોન દ્વારા માત્ર વાતો કરતા હતા હતા તે જ મોબાઈલ દ્વારા આપણે ભણતા થયા.

શિક્ષણમંત્રીએ જાહેરાત પહેલા જ ટ્વિટ કરીને કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે, સીબીએસઈ દ્વારા આયોજીત ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાઓમાં બેસનારા આપણા વિદ્યાર્થીઓ પુરી મહેનત અને લગન સાથે તૈયારી કરી રહ્યાં હશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અમે આજે પરીક્ષાઓની તારીખોની આજે સાંજે જાહેરાત કરીશું.

કેન્દ્રિય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે CBSE  બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેરાત કરી હતી જે પ્રમાણે 4 મે થી 10 જુન 2021 દરમિયાન CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. શિક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈ 2021 સુધીમાં પરિણામો જાહેર થઈ જશે. પ્રેક્ટિકલ પરીક્ષાઓ 1લી માર્ચ 2021થી શરૂ થઈ જશે.

આ અગાઉ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા શિક્ષકો સાથે વાતચીત કરતા શિક્ષણમંત્રી પોખરીયાલે કહ્યું હતું કે, બોર્ડની પરીક્ષાઓ ફેબ્રુઆરે 2021 સુધી નહીં યોજવામાં આવે પરંતુ પરીક્ષાઓ રદ્દ પણ નહીં થાય.

બદલાયેલી પદ્ધતિ પર યોજાશે પરીક્ષાઓ કોરોના વાયરસ મહામારીના કારણે વિશેષ પરિસ્થિતિઓમાં આ વખતે સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12 માટે 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી દીધો છે. આ ઘટાડવામાં આવેલા અભ્યાસ પર જ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. આ ઉપરાંત બોર્ડે પેપર પેટર્નમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63