OTP ને બદલે “Mobile Verification” ટેક્નોલોજી લાવી રહ્યી છે ટેલિકોમ કંપની

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2020

રિલાયન્સ જિયો (Jio) એરટેલ (Airtel) અને વોડાફોન આઈડિયા (Vi) નવી મોબાઇલ આઈડેન્ટિટી સર્વિસ લાવી શકે છે. આ નવી સર્વિસ હાલના OTP વેરિફિકેશનની જગ્યા લેશે. હાલમાં ઘણી સર્વિસ માટે ગ્રાહકોએ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ક્લાયંટ દ્વારા જનરેટ કરેલ OTP (વન ટાઇમ પાસવર્ડ) દાખલ કરવો પડે છે. ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહક ઈ-કોમર્સ સાઈટ પર બેંક ટ્રાંઝેક્શન કરે છે, તો તેને પૂર્ણ કરવા માટે ઓટીપી વેરિફિકેશન આવશ્યક છે.

નવી ટેક્નોલોજીથી કસ્મટર વેરિફાઈ કરશે કંપની: જો કે એક અંગ્રેજી અખબારના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં નવી ટેક્નોલોજીની મદદથી તેમના ગ્રાહકોને તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને વેરિફાઈ કરશે. આ ટેક્નોલોજીનું નામ છે Mobile Identity. ટોચની 3 ટેલિકોમ કંપનીઓ આશાવાદી છે કે આ નવી સુવિધા 2021ના ​​પહેલા છ મહિનાના અંત સુધીમાં રજૂ કરી શકાશે. જો કે આ રેગ્યુલેટરી ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. હાલમાં આ સુવિધા માટેનો પાઇલટ પ્રોજેક્ટ ચાલુ છે.

ફ્રોડ રોકવામાં કારગાર રહેશે આ ફીચર: રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન આઈડિયાને આશા છે કે આ નવી સુવિધાની મદદથી કથિત સિમ મિરરિંગથી થતી છેતરપિંડીઓ અટકાવવામાં આવશે. છેતરપિંડી કરનારાઓ સિમ મિરરિંગ દ્વારા બેંક એકાઉન્ટ્સ અને અન્ય સુરક્ષિત ડિજિટલ એન્ક્લેવ્સનો ભંગ કરવાનો પ્રયાસ કરે છે. એક વરિષ્ઠ કારોબારીએ કહ્યું છે કે, “અમે એક વિશેષ મોબાઇલ ઓળખ સુવિધા પર કામ કરી રહ્યા છીએ જે એક સાથે સલામત વ્યવહારોની ખાતરી કરશે.” ટેલિકોમ કંપનીઓ રૂટ મોબાઇલ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે, જે આવી મોબાઇલ આઈડેન્ટિટી સેવાઓ પૂરી પાડે છે. રુટ મોબાઇલની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર મોબાઇલ આઇડેન્ટિટી એ એક સુરક્ષિત યુનિવર્સલ લોગિન-સોલ્યુશન છે જે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ ફોન્સ સાથે મેચ ખાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63