ઈન્ક્મટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની તારીખ 10 જાન્યુઆરી સુધી લંબાવાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2020

ઈન્ક્મટેક્સ વિભાગે ફરી એકવાર ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ  (ITR Filing date) વધારી દીધી છે. અલગ-અલગ કેટેગરી માટે અંતિમ તારીખને અલગ-અલગ સમય માટે વધારી દેવામાં આવી છે. એમાં સૌથી મહત્વપુર્ણ છે કે જે લોકોને પોતાના ITR ફાઈલ કરવા માટે પોતાના એકાઉન્ટ્સને ઓડિટ કરાવવું પતું નથી અને જે પોતાનું રિટર્ન ITR-1 કે ITR-4 ફોર્મ દ્વારા ભરે છે, તેઓને હવે 10 જાન્યુઆરી સુધીની રાહત મળી છે.

કંપનીઓ માટે આ છે અંતિમ તારીખ: સરકારે કંપનીઓ અને કારોબારીઓ માટે પણ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારી દીધી છે. જેમાં….

-નાણાકીય વર્ષ 2019-20ના GST એક્ટ 2017 હેઠળ રજિસ્ટર વેપારીઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ 28 ફેબ્રુઆરી થઈ ગઈ છે.

– કંપનીઓ માટે રિટર્ન ફાઈલ કરવાની તારીખ 15 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે.

– જે કરદાતાઓનાં એકાઉન્ટ ઓડિટ કરવાની જરૂર પડે છે, તેમના માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી સુધી વધારી દેવામાં આવી છે. તો આયકર વિભાગે ટેક્સ ઓડિટ રિપોર્ટ આપવાની અંતિમ તારીખને 15 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

– વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ પોતાનું ડિક્લેરેશન આપવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

– કોઈપણ વિદેશી ટ્રાન્જેક્શન અને ખાસ ઘરેલુ ટ્રાન્જેક્શનના મામલાવાળા ખાતાઓની અંતિમ તારીખ 31 જાન્યુઆરીથી વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી છે.

આયકર વિભાગે ત્રીજી વખત ડેડલાઈન લંબાવી : આ ત્રીજી વખત છે કે જ્યારે આયકર વિભાગે ઈન્કમ ટેક્સ ભરવા માટેની તારીખ લંબાવી છે. આ પહેલાં આયકર વિભાગે 31 જુલાઈની ડેડલાઈન વધારીને 30 નવેમ્બર કરવામાં આવી હતી. અને જે બાદ તેને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી હતી. અને હવે ફરી તેને 10 જાન્યુઆરી સુધી વધારી દેવામાં આવી છે.

છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરવાં હોડ જામી : આયકર વિભાગ અનુસાર અત્યાર સુધી 4.5 કરોડથી વધારે લોકો આયકર રિટર્ન ભરી ચૂક્યા છે. જો કે, કોરોના કાળમાં આટલા લાંબા સમય સુધી રિટર્ન ભરવાની છૂટ મળવા છતાં છેલ્લી તારીખ સુધી રિટર્ન ભરનારાઓની હોડ જામેલી છે. અને અંદાજે રોજનાં 6-7 લાખ લોકો રિટર્ન ફાઈલ કરી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63