1 જાન્યુઆરીથી ફાસ્ટેગનો અમલ શરુ : તુરંત લગાવી લેશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-12-2020

તા.1 જાન્યુઆરી 2021થી નેશનલ હાઈવે પર તમારી ગાડી લઈ જતા પહેલા જરૂર ચેક કરી લેજો કે તમારી કારમાં ફાસ્ટેગ લગાવવામાં આવ્યું છે અને તેમા બેલેન્સ છે કે નહીં. કારણ કે 1 જાન્યુઆરી 2021થી સમગ્ર દેશના નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની ચૂકવણી ફાસ્ટેગ દ્વારા જ થશે. તમામ કેશ લાઈન ખતમ કરવામાં આવશે. વાહન ચાલકો માટે ફાસ્ટેગ સંબંધિત સુવિધાઓને સારી બનાવવાના હેતુથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણએ પોતાના મોબાઈલ એપ માય ફાસ્ટેગ એપમાં એક નવું ફીચર એડ કર્યું છે. જો તમારે ચેક કરવું હોય કે તમારા ફાસ્ટેગ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તો તે તમે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે માય ફાસ્ટેગ એપમાં ફક્ત તમારી ગાડીનો નંબર નાખવાનો છો, અને તરત તમને તમારી કારનું ફાસ્ટેગ બેલેન્સ ખબર પડી જશે.

આ એપમાં ફાસ્ટેગ વોલેન્ટ બેલેન્સ માટે અલગ અલગ કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. જેમ કે ગ્રીન કલર હશે તો તેનો અર્થ એ થયો કે બેલેન્સ પૂરતું છે. ઓરેન્જ કલર હશે તો તેનો અર્થ થયો કે બેલેન્સ વધારવાની જરૂર છે. રેડ કલર હશે તો તેનો અર્થ એ કે બ્લેકલિસ્ટમાં જતું

રહ્યું છે અને તેને તરત રિચાર્જ કરવાની જરૂર છે. જો ઓરેન્જ કલર કોડ હશે તો તમે મોબાઈલ એપ દ્વારા તરત જ રિચાર્જ કરાવી શકો છો. જો તમે ટોલ પ્લાઝા પર છો તો ત્યાં પણ પોઈન્ટ ઓફ સેલ પર તત્કાળ રિચાર્જ સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો. 26 બેન્કોની પાર્ટનરશીપમાં સમગ્ર દેશમાં ટોલ પ્લાઝા પર 40,000 થી વધુ પીઓએસ લગાવવામાં આવ્યા છે.

ક્યાંથી મળશે ફાસ્ટેગ : જો તમે હજુ સુધી તમારી ગાડી પર ફાસ્ટેગ સ્ટીકર નથી લગાવ્યું તો તમારે જલદી લગાવડાવી લેવું જોઈએ. આ માટે તમે તેની પેટીએમ, એમેઝોન, સ્નેપડીલથી ખરીદી કરી શકો છો. આ સાથે દેશની 25 બેન્કો દ્વારા પણ ખરીદી શકાય છે. તથા સડક પરિવહન પ્રાધિકરણ ઓફિસમાં પણ તેનું વેચાણ થાય છે.

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ની સહાયક ભારતીય રાજમાર્ગ પ્રબંધન કંપની લિમિટેડ દ્વારા ફાસ્ટેગનું વેચાણ અને સંચાલન થાય છે. એનએચએઆઇના જણાવ્યાં મુજબ ફાસ્ટેગની કિંમત 200 રૂપિયા છે. જેમાં તમે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રિચાર્જ કરાવી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63