બ્રિટેનમાં મળી આવેલ કોરોનાનો નવો સ્ટ્રેન 60 ટકા વધુ ઝડપથી ફેલાય છે

new-strain-of-corona
new-strain-of-corona

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-12-2020

બ્રિટનમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનને લઈને ચકચાર મચી છે. લગભગ 10 મહિનાથી મહામારીથી પીડિત વિશ્વ માટે નવો સ્ટ્રેન નવી મુશ્કેલીઓ લાવ્યો છે. હવે દેશના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, નવો સ્ટ્રેન પહેલા કરતાં 60 ટકા વધુ ઝડપથી સંક્રમણ ફેલાવે છે. એવું નોંધવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના નવો સ્ટ્રેનમાં પ્રોટીન સ્પાઇકમાં 17 નવા ફેરફારો થયા છે, જેમાંથી 8 ખૂબ મહત્વપૂર્ણ છે.

40 હજાર નવા કોરોના દર્દીઓ બ્રિટનમાં મળ્યા નોંધપાત્ર વાત એ છે કે, નવો સ્ટ્રેન મળ્યા બાદ બ્રિટનમાં દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. આવું પ્રથમ વખત થયું છે કે, જ્યારે દેશમાં એક દિવસમાં 40 હજારથી વધુ કોરોના દર્દીઓ મળ્યા છે. જો કે આ નવો સ્ટ્રેન કેટલો જીવલેણ છે, તેના પર સંશોધન હજી ચાલુ છે.

ભારતમાં પણ પહોંચી ગયો છે આ નવો વાયરસ મંગળવારે સમાચાર આવ્યા કે. આ નવા સ્ટ્રેન ભારતમાં પણ પહોંચી ગયો છે. દેશમાં 6 લોકોને નવા સ્ટ્રેનનો ચેપ લાગ્યો છે. તે બધા બ્રિટનથી પાછા ફર્યા છે. સરકારે યુરોપિયન દેશોથી આવતી ફ્લાઇટ્સને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દીધી છે. 25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી, કુલ 33 હજાર લોકો યુકેથી ભારત જતા વિવિધ વિમાનમથકો પર ઉતર્યા હતા. આમાંથી 114 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી 6 લોકોમાં નવા સ્ટ્રેન જોવા મળ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63