(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-12-2020
રાજકોટમાં ગત તારીખ 21ના રોજ અંદાજે 4લાખ ના દાગીનાની પ્લાનિંગ સાથે ઠગાઇ થઇ હતી અને બનાવ ના દિવસે જ તારીખ 21/08/2020 ના રોજ A ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવી હતી પણ આજ દિવસ સુધી કોઈ જ પ્રકારની તપાસની માહિતી ફરિયાદીને આપવામાં આવતી નથી આ ગેંગ દ્વારા પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમા અને ત્યાર બાદ રાજકોટ મ્યુનિસિપલ ઓફીસમાં આ ભૂરી આખો વાળી અંદાજે 25 વર્ષ ની દેખાતી અને બંને હાથો માં મહેંદી મુકેલ છોકરી જેણે બે કલાક સુધી આ ત્રણ લોકોને પેન્શન ના નામે સાથે લઈને 21 તારીખે ફરી હતી અને ત્યાં સીસીટીવી કેમેરા પણ છે તેમ છતાં તાત્કાલિક ગુનેગાર પકડાઈ તેમ હોવા છતાં પોલીસ આ અંગે કોઈજ નક્કર પગલાં લેતા નથી. છેલ્લા 8 દિવસ માં 6 લોકોને આવીજ રીતે લૂંટી લીધેલ છે પણ તે બધા પોલીસ સ્ટેશન માં ધક્કા ન ખાવા પડે તે બિકે ફરિયાદ કરવા માંગતા નથી
થોડાક દિવસ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ના ઘર ની પાછળ 20 લાખ ની ચોરીનો ભેદ માટે ત્રણ દિવસ માં જ ઉકેલાયો હતો ત્યાં તો સીસીટીવી કેમેરા પણ ન હતા તેમ છતાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો
આ માધ્યમ વર્ગના લોકો ની મરણ મુડી કહેવાય આ અંગે પોલીસે કોઇપણ જાતની આશા વગર અને નિસ્વાર્થ ભાવે આ અંગે ફરિયાદીને યોગ્ય ન્યાય અપાવવો જોઇયે અને બીજા કોઈ લોકો છેતરાય નહિ તે માટે તાત્કાલિક આવી છેતરતી ગેંગ ને પકડવી જોઇએ તેવી અરજદાર દુરૈયા મુસાણી બહેને લેખિતમાં માંગ કરી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63