વાહનધારકો માટે 31 માર્ચ સુધી રાહત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-12-2020

કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખતાં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ લાઇસન્સ સાથે જોડાયેલ એક મહત્વની ઘોષણા કરી છે. મંત્રાલયે ડ્રાઈવિંગ લાયસન્સ સહિત ગાડીઓ સાથે જોડાયેલ અન્ય ડોક્યુમેન્ટસની વેલિડિટી 31 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. લાયસન્સની સાથે સાથે ગાડીની આરસી, ગાડીની પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટની વેલિડિટી હવે 31 માર્ચ સુધી માન્ય રહેશે.કોરોના સંકટને જોતાં સામાન્ય લોકોને મોટી રાહત આપતા સરકારે થોડા મહિનાઓ પહેલાં મોટર વ્હીકલથી જોડાયેલ તમામ ડોક્યુમેન્ટની વેલિડિટી 31 ડિસેમ્બર 2020 સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. જેના હેઠળ ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સહિતનાં ડોક્યુમેન્ટ સામેલ હતા. સુત્રોએ જણાવ્યું કે, કોમર્શિયલ વાહન માલિકોએ સરકાર પાસે અમુક રાહતની માગ કરી હતી. તેઓએ સરકારને સૂચન કર્યું હતું કે, એવાં વાહનોને થોડી વધારે રાહત આપવામાં આવે કે હાલ વ્યાવહારિક સમસ્યાઓને કારણે રસ્તા પર ઉતરી શકતા નથી. તેમાં સ્કૂલ બસ ઓપરેટર પણ સામેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63