હોસ્પિટલે જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકતા દંડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.26-12-2020

રાજકોટમાં જાહેરમાં મેડીકલ વેસ્ટ ફેંકતી હોસ્પિટલોને અવારનવાર દંડ કરવામાં આવે છે. તેમાં આજે વધુ એક હોસ્પિટલનો ઉમેરો થતા રૂા.10 હજારનો દંડ કરાયો છે. જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ નાંખવા બદલ વિદ્યાનગરમાં હોસ્પિટલ પાસેથી રૂપિયા 10,000નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, નાયબ ઈજનેર વી.એમ.જીંજાળા તથા સોલીડ વેસ્ટ અને જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63