વેક્સિન મામલે ભારત વધુ ‘આત્મનિર્ભર’ બન્યું, કેડિલાની વેક્સિન નિવડી કારગત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-12-2020

કોરોના વાયરસમાં વધુ એક સ્વદેશી વેક્સિન અસરકારક સાબિત થઈ છે. જાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેક્સિન બે તબક્કાના પરિક્ષણમાં કારગત નિવડી છે. કંપનીએ દાવો કર્યો કે હવે ત્રીજા તબક્કાના અંતિમ પરિક્ષણ માટે દેશના અલગ અલગ વિસ્તારોમાં 30 હજાર લોકોને સામેલ કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ જાયડસ કેડિલાએ આ વેક્સિન ઉપર અત્યાર સુધી બે માનવ પરિક્ષણ કર્યા છે. અંદાજે એક હજાર લોકોને પરિક્ષણ દરમિયાન વેક્સિન આપવામાં આવી હતી જેમાં ખુલાસો થયો છે કે વેક્સિન આપ્યા બાદ લોકોમાં પર્યાપ્ત માત્રામાં એન્ટીબોડીઝ મળી રહ્યા છે. હવે કંપની દ્વારા ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે અરજી કરવામાં આવી છે. આ પહેલાં ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆરના વૈજ્ઞાનિકો સાથે મળીને દેશની પહેલી સ્વદેશી વેક્સિન તૈયાર કરી છે જે અત્યારે ત્રીજા પરિક્ષણમાં ચાલી રહી છે.જાયડસ ગ્રુપના ચેરમેન ડો.પંકજ આર. પટેલે જણાવ્યું કે આ સ્વદેશી વેક્સિન સુરક્ષિત પણ છે અને કોરોના સંક્રમણથી બચાવ પણ કરી શકે છે. બન્ને તબક્કાના પરિણામોને સરકાર સાથે શેયર કરવામાં આવ્યા છે. આવતાં સપ્તાહ સુધી પરિણશમોની સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63