બાલાજી વેફર્સ યુ.પી.માં 100 એકરમાં ફૂડ પાર્ક સ્થાપશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-12-2020

વેફર્સ અને પેકડ સ્નેકસ બનાવતી રાજકોટની બાલાજી વેફર્સ પ્રા.લી. હવે ગુજરાત બહાર પ્લાન્ટ સ્થાપવા યોજના બનાવી રહી છે. મધ્યપ્રદેશના ઇન્દોર બાદ હવે યુ.પી.માં એક ફૂડ પાર્ક બનાવવા ઇચ્છે છે. બાલાજી વેફર્સના ચેરમેન અને એમ.ડી. ચંદુભાઇ વિરાણી અને ડિરેકટર કેયુર વિરાણીના જણાવ્યા પ્રમાણે ટુંક સમયમાં જ ઉત્તરપ્રદેશમાં 100 એકરમાં ફૂડ પાર્ક બનાવવા માંગીએ છીએ. આ પાર્કમાં 600-700 કરોડના રોકાણનું લક્ષ્ય છે.ઉત્તરપ્રદેશના આ પાર્કમાં બટાકા ગે્રન્સ, મસાલા સહિતના મટીરીયલ સપ્લાયર્સને જગ્યા આપીશુ તેઓ ફૂડ પાર્કમાં વેરહાઉસ કે પ્રોસેસિંગ યુનિટ પણ બનાવી શકશે. કોન્સેપ્ટ એવો છે કે અમને અમારી જરૂરીયાતની તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે સાથે પાંચ વર્ષમાં આ પાર્ક રૂા.3000 કરોડનું ટર્નઓવર પહોંચશે.હાલ કંપની ગુજરાત અને મધ્યપ્રદેશના પ્રોડકશન પ્લાન્ટમાંથી ઉતર ભારતનો અમુક ભાગ કવર કરે છે. ઉત્તરપ્રદેશમાં પ્રોડકશન શરૂ થશે તો ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરીયાણા અને ઉત્તરાખંડમાં સપ્લાય સરળ થઇ જશે.