થર્ટી ફસ્ટની ઉજવણી ઉદયપુરમાં કરવા ઇચ્છતા ગુજરાતીઓ માટે માઠા સમાચાર : રાજસ્થાનના 12 જિલ્લામાં નાઈટ કર્ફ્યુ રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-12-2020

કોરોનાના વધતા કેસો વચ્ચે ગહેલોત સરકારે લોકોની ભીડ ભેગી ન થાય તે માટે મહત્વનો નિર્ણય કર્યો

આ વર્ષે કોરોના સંક્રમણ વચ્ચે ક્રિસમસની ઉજવણી થવાની છે ત્યારે દેશના જુદા – જુદા રાજ્યોએ નાતાલ અને ન્યુ યરના તહેવારોને લઈ ગાઈડલાઈન જાહેર કરી છે. ગુજરાતમાં તહેવારો દરમિયાન પણ રાત્રી કર્ફ્યુ અમલી રહેશે તેવી સરકારે જાહેરાત કરી છે ત્યારે રાજસ્થાનમાં 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીએ સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. રાજસ્થાનના 12 જિલ્લામાં આ નિયમ લાગુ પડશે. જેથી 31stની ઉજવણી ઉદયપુર-જોધપુર સહિતના શહેરોમાં કરવા માંગતા ગુજરાતીઓને મોટો ફટકો પડ્યો છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ગહેલોત સરકારે લોકોની ભીડ ભેગી ના થાય તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવા વર્ષની ઉજવણી માટે રાજસ્થાનના જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર અને બીકાનેર સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં દેશના વિવિધ ભાગમાંથી પ્રવાસીઓ આવે છે. આ વખતે હોટલોની બુકિંગ પણ થઇ ગઇ છે. જોકે, સરકારના નવા આદેશ બાદ હોટલમાં બુકિંગ રદ થઇ શકે છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યુ હોવાથી મોટાભાગના ગુજરાતીઓએ જયપુર, ઉદયપુર, જેસલમેર, જોધપુર જવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે, હવે રાજસ્થાનમાં પણ કર્ફ્યુ જાહેર થતા આ લોકોએ ઘરમાં રહીને જ નવા વર્ષની ઉજવણી કરવી પડશે.

રાજસ્થાનના જયપુર, ઉદયપુર, કોટા, અજમેર, બીકાનેર, જોધપુર, ભીલવાડા, નાગૌર, પાલી, ટોંક, સીકર અને શ્રીગંગાનગરમાં સાથે જ નગર પાલિકા વિસ્તારમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજિત થતા કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63