કાલથી ફાસ્ટૅગ વિનાનાં વાહનોનાં રજિસ્ટ્રેશન બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-12-2020

1 જાન્યુઆરી 2021થી ટોલ પ્લાઝાથી પસાર થનારા ફોર વ્હીલર વાહનો પર ફાસ્ટેગ જરૂરી છે. એવામાં ફાસ્ટેગ વિનાના વાહનોના રજિસ્ટ્રેશન પર 25 ડિસેમ્બરથી એટલે કે આવતીકાલથી પ્રતિબંધ લગાવાશે. આ માટે આરટીઓએ ખાસ નિયમો જાહેર કર્યા છે.

આરટીઓ પ્રશાસન તરફથી મળતી માહિતી અનુસાર દરેક ફોર વ્હીલરમાં ફાસ્ટેગ અનિવાર્ય રહેશે. આ સાથે ચેકિંગ ટીમ વાહનને ફાસ્ટેગ લગાવવા માટે ચેતવણી પણ આપશે. નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વિનાના વાહનોને ટોલ ટેક્સમાં કોઈ છૂટ મળશે નહીં.

નવા નિયમ અનુસાર જો વાહન ચાલક 24 કલાકમાં પરત આવી રહ્યા છે તો ફાસ્ટેગ વાહન પર ટોલ ટેક્સમાં 50 ટકા છૂટ મળશે. એટલે કે એક વખતનો ટોલ ટેક્સ માફ કરાશે.એનએચઆઈના નિર્દેશકે કહ્યું છે કે આવી ફાસ્ટેગ સિસ્ટમને પ્રતિ વાહન માલિકોને આકર્ષિત કરવા રખાઈ છે. તેની પાછળ ડિજિટલ કેશલેસ સિસ્ટમને પણ લાગૂ કરવાની વિચારણા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરીથી દરેક વાહનો પર ફાસ્ટેગ અનિવાર્ય કર્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63