સાવધાન: સસ્તી વેક્સિનના નામે છેતરાશો નહિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-12-2020

વિશ્વભરમાં હવે જ્યારે કોરોના વેકસીન વાસ્તવિકતા બનવા જઇ રહી છે અને બ્રિટન સહિતના દેશોમાં વેકસીનેશન પણ શરૂ થઇ ગયું છે ત્યારે વેકસીનના નામે અથવા તો સસ્તી વેકસીનના નામે ઓનલાઇન ઓફરનો પણ ઢગલો થવા લાગ્યો છે અને ખાસ કરીને ઇન્ટરનેટ પર જે ડાર્કવેબ તરીકે ઓળખાય છે તે દુનિયાના સાયબર ક્રાઇમ આચરનારાઓ વેકસીનનો બિઝનેસ કરવાના નામે લોકોને છેતરવાનું પણ શરૂ કરી દીધુ છે તથા ઇમેલ અને મોબાઇલ પર સસ્તી વેકસીનની ઓફર થવા લાગી છે.

ખાસ કરીને આ પ્રકારની વેકસીનની ઓફરમાં સાયબર ક્રાઇમ પણ જોડાયેલુ છે અને તમને મોકલાતી લીંક તમારા બેન્ક એકાઉન્ટ કે અન્ય કોઇ સંવેદનશીલ માહિતી સાથે પણ જોડાઇ શકે છે. છેલ્લા કેટલાક સપ્તાહથી ગુજરાત સહિત દેશમાં લોકોને સસ્તી વેકસીનના નામે અથવા તો ઘરે બેઠા વેકસીનેશન કરાવવા તેવી ઓફર થઇ રહી છે. ખાસ કરીને રશીયાની સ્પુતનીક-5 વેકસીન જેનો એક મોટો જથ્થો ભારત આવી ગયો હોવાનું માનવામાં આવે છે અને તેમાંથી કંપની સાથે કરાર મુજબ લાખો ડોઝ તમને ઓફર કરનારે ખરીદી લીધા છે અને તમને ઘરે બેઠા વેકસીનેશનની ઓફર થાય છે

એટલું જ નહીં આ વેકસીન રશીયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લીધી છે તેવી તસ્વીરો તથા બનાવટી અહેવાલ પણ રજુ કરવામાં આવે છે અને આ વેકસીનને ભારત સરકારે મંજૂર કરી છે. તથા તેઓ વેકસીનેશન માટે ઓથોરીટી છે તેવી પણ માહિતી આપવામાં આવતી હોય છે. હાલ કોરોનાના કારણે જે લોકો ગભરાટમાં છે તેઓને આ પ્રકારની ઓફરમાં સલામતી લાગે છે. સમગ્ર કુટુંબ માટે એક સાથે વેકસીન ખરીદી લેવાની ઓફર થાય છે પરંતુ આ એક ફ્રોડ જ છે. કોઇપણ ખાનગી કે બિનસરકારી ચેનલ મારફત વેકસીનેશનની કોઇપણ મંજુરી આપવામાં આવી નથી.

જે કંઇ વેકસીન ભારતમાં ઉત્પાદન થઇ રહી છે અથવા તો વિદેશી આયાત થઇ રહી છે તેમાં સંપૂર્ણપણે સરકારનો કંટ્રોલ છે સરકારની યોજના મુજબ વેકસીનેશન થશે તે નિશ્ચીત છે. આ પ્રકારના ઓનલાઇન મેસેજ એ તમારી સાથે છેતરપીંડી કરવા સિવાય કશું નથી. સરકારે હજુ દેશમાં એક પણ વેકસીનને માન્યતા આપી નથી. તમને કોઇ મેસેજ મળે અને વળતા તેને કન્ફર્મ કરવા માટે ઓટીપી (વન ટાઇમ પાસવર્ડ) તમારી પાસે પરત કરવા જણાવાય તો પણ તેમ કરતા નહી તે તમારા બેન્ક એકાઉન્ટમાંથી નાણા ઉપાડવાનો હોઇ શકે. વેકસીન અંગેન કોઇપણ મેસેજ કે જે સરકારી ન હોય તેને સ્વીકારવા નહીં તમારા બેન્ક ખાતા કે અન્ય કોઇ માહિતી ન આપવી. અનેક વખત વેકસીન નામના શબ્દથી પણ સાયબર ફ્રોડ માટેનો માર્ગ શોધી લેવાય છે. તેવી ચેતવણી નિષ્ણાંતોએ આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63