કોરોના વેક્સીન: 7 days to go

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-12-2020

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રસીની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર છે. ભારત સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની રસી કોવીશિલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આગામી સપ્તાહ સુધીમાં આપી શકે છે. આ મામલે જાણકારી રાખી રહેલા સૂત્રોએ જણાવ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે આ અંગે સરકારને વધુ ડેટા ઉપલબ્ધ કરાવ્યો છે. જેની માંગણી કરવામાં આવી હતી. અત્રે જણાવવાનું કે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ (એસઆઇઆઇ) કોવીશિલ્ડ રસી બનાવી રહી છે.  ઇન્ડિયા ફર્સ્ટ : જો સરકાર ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાને રસી કોવીશિલ્ડ માટે મંજૂરી આપે તો ભારત આ રસીના ઉપયોગની મંજૂરી આપનારો પહેલો દેશ હશે. આ સાથે જ કોવીશિલ્ડ ભારતની પહેલી રસી હશે કારણ કે અત્યાર સુધી કોઈ રસીના ઉપયોગની મંજૂરી મળી નથી. અત્રે જણાવવાનું કે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ બ્રિટિશ-સ્વીડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા સાથે મળીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત રસીના નિર્માણ માટે કરાર કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાનો દાવો છે કે તેમની કોરોના રસી અંતિમ તબક્કાના પરીક્ષણોમાં 90 ટકા પ્રભાવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63