વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે ગુજરાતમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-12-2020

ગુજરાતમા વિશ્વનુ સૌથી મોટુ પ્રાણીસંગ્રહાલય પણ ગુજરાતમાં બનવા જઈ રહ્યુ છે. જામનગરમાં 250 એકર જમીનમાં આ પ્રાણી સંગ્રહાલય બનશે. જેમાં મોટી સંખ્યામાં વન્ય જીવો અને પક્ષીઓ રાખવામાં આવશે.

વિશ્વનુ સૌથી મોટા ઝુનો આખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે, જેમાં ગ્રીન ઝુલોજીકલ રેસ્કયુ અને રિહેબીલીશન કિંગડમ નામ અપાયુ છે. આ ઝુનુ સંચાલન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્રારા કરાશે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

આ ઝુમાં ફ્રોગ હાઉસ, ડ્રેગન લેન્ડ, એનઈનસેકટીરિયમ, લેન્ડ ઓફ રોડેન્ટ, એકવાટીક કિંગડમ, ફોરેસ્ટ ઓફ ઈન્ડિયા, માર્સીશઓફ વેસ્ટ કોસ્ટ, ઈન્ડીયન ડેઝર્ટ અને એકઝોટિક લેન્ડના વિભાગો હશે. વન્ય પ્રાણીની વાત કરીએ તો આફ્રિકન સિંહ, ચિતા, વરુ, એશિયાટીક સિંહ, પીગ્મી હીપ્પો, ઉરાંગ ઉટાંગ, જળ બિલાડી, રિંછ, બેંગાલ ટાઈગર, ગોરીલા, ઝીબ્રા, જીરાફ, આફ્રિકન હાથી અને કોમોડો ડ્રેગન સહિતનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63