“સલામત સવારી, અસલામત “કર્મચારી” STના વહીવટમાં પંચર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-12-2020

એક તરફ ગુજરાતમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે, હમણાં જ ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય જામનગરમાં બનવા જઈ રહ્યું છે. પરંતુ આજ વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતની બસ સેવા આપતી ST નિગમ બેટરીના અભાવે ટ્રેક્ટરના સહારે ચાલુ કરવી પડે, અથવા તો ગામના લોકોને ધક્કો મારી ચાલુ કરાવી પડે તે સ્થિતિ ક્યાંક ગુજરાતના વિકાસની ચકાચોંધને ઝાંખી પાડતી હોય તેવો આભાસ કરાવી દે છે હાલમાં જ મોરબી એસ.ટી. વર્કશોપ માં ઘણી બસો માં માલ સમાન મેન્ટનેસ સ્પેર પાર્ટ ના અભાવે 21 જેટલી બસોમાં બેટરી ન હોય માટે ધક્કા મારી ઉપાડવી પડે છે. સવાર થી સંપૂર્ણ રૂટ સુધી બસ ચાલુ રાખવી પડે છે.જેને લીધે ડીઝલ વધુ આવે ત્યારે ઉપરી અધિકારીઓ ડીઝલ વધુ આવે સામે મેમાં રૂપી સજા ડ્રાઈવર ને કરે છે.જેમાં નિર્દોષ ડ્રાઈવર ના પગાર માંથી પૈસા કાપવા માં આવે છે.તેમજ ગામડા માં નાઈટ થતી બસો કે જેમાં બેટરી ના અભાવે વેહલી સવારે ધક્કા મારવા માટે ગામ વાસી ઓ ને બોલાવવા પડે છે.જે ગામવાસી પોતાની માનવતા દાખવી બસ માં ધક્કા મારી આપે છે.તો કયારેક ગામમાં વેહલી પરોઢે ઉપડતી બસ માં કોઈ વ્યક્તિ નજર ના પડે તો ટ્રેક્ટર થી ખેંચી બસ ને ચાલુ કરવી પડે છે.
 
મીડિયાને મળેલી માહિતી મુજબ અમુક બસો માં બ્રેક પણ ઓછી લાગે છે. જાયારે બ્રેક ની રજૂઆત ડ્રાઈવર વર્કશોપ માં કરે છે ત્યારે તેને એવું કહેવામાં આવે છે કે અમારી પાસે બ્રેક ના પંજા નથી.માટે બ્રેક સેટ કરી ચલાવવા માં આવે છે.જ્યારે કોઈ અકસ્માત બને તો ડ્રાઈવર ને કસૂરવાર ઠેરવી તેને બદલી ની સજા કરે છે અથવા નુકસાન પેટે પૈસા ની રિકવરી કાઢી વહીવટ ડ્રાઈવર ને આ રીતે પણ સજા કરે છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63