જાણો હમાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે ઠંડી વિશે શું કહ્યું, કેવી રહેશે ઠંડીની સ્થિતિ
(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-12-2020
ઉતરભારમાં હિમ વર્ષા અને ભારે ઠંડીની અસર ગુજરાત ના તાપમાન પર પણ જોવા મળી છે.ગુજરાત માં ઉતરપૂર્વના પવન ફૂંકાય છે.રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે.રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોંધાયું છે.નલિયાનું લઘુતમ તાપમાન 2.5 ડીગ્રી નોંધાયું છે.નલિયાનું 24 કલાકમાં 6 ડીગ્રી તાપમાન ગગળ્યું.અને હાથ થીજવતી ઠંડી પડી છે.
નલિયામાં ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.2010 થી લઈ અત્યાર સુધીના ડિસેમ્બર મહીનામાં તાપમાન નીચું નોંધાયું નથી..આજે નલિયાનું લઘુતમ તાપમાન 2.5 ડીગ્રી નોંધાયું છે.જોકે 2013માં 28 ડિસેમ્બરે નલિયામાં 2.6 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.અને રેકોર્ડ બનાવ્યો હતો.ફરી ચાલુ વર્ષે એટલે કે 18 ડિસેમ્બર 2020ના નવો રેકોર્ડ બન્યો છે.જોકે નલિયામાં 1964માં નલિયાનું તાપમાન ગગડીને 00.6 ડીગ્રી નોંધાયું હતું.જે આજ સુધી રેકોર્ડ તૂટ્યો નથી.
રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા નલિયા સહિત તમામ શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે નલિયાનું તાપમાન સૌથી નીચું નોંધાયું છે આગામી 48 કલાક નલિયામાં કોલ્ડ વેવ રહેશે. અને રાજ્યના અન્ય શહેરો પણ આગામી બે દિવસ તાપમાન યથાવત રહેશે. એટલે કે આગામી બે દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહશે.અને બે દિવસ બાદ તાપમાનમાં ઊંચું નોંધાશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63