વોટ્સએપની પેમેન્ટ્સ સર્વિસ શરુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-12-2020

ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સમાં વધુ એક નામ જોડાઈ ગયું છે અને તે છે વોટ્સએપ પેમેન્ટ્સ સર્વિસ. ફેસબુકની માલિકીની પોપ્યુલર ચેટ એપ વોટ્સએપએ ભારતમાં અગ્રણી બેંકો આઇસીઆઇસીઆઇ બેંક, એક્સિસ બેંક, એસબીઆઇ અને એચડીએફસી સાથે પાર્ટરનશિપ કરી પોતાની ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરી દીધી છે. આ ચાર બેંકોના કરોડો ગ્રાહકો વોટ્સએપની મદદથી ઓનલાઈન રૂપિયા મોકલી અને મંગાવી શકશે.

ભારતમાં કરોડો લોકો વોટ્સએપ યૂઝ કરે છે, જેના પર તેઓ કોલ, એસએમએસની સાથે જ વીડિયો કોલનો પણ લાભ ઉઠાવી શકે છે. હવે તેઓ વોટ્સએપથી જ કોઈને પણ રૂપિયા મોકલી શકશે અને તે પણ ઘરબેઠાં ફોન પર. તેના માટે વોટ્સએપના હોમપેજ પર જમણી બાજુએ ઉપરમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે. તે પછી તમને પેમેન્ટ ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતા જ પેમેન્ટ વિન્ડો ખુલશે, જેમાં એડ ન્યૂ પેમેન્ટ્સ મેથડ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરો અને ફભભયાિં કરતા જ તમારી સામે બેંકોના નામ આવી જશે, જેની સાથે વોટ્સએપએ પાર્ટરનશિપ કરી છે.

ઘણી સરળ છે પ્રક્રિયા

તમે એસબીઆઈ, એચડીએફસી, એક્સિસ કે આઈસીઆઈસીઆઈમાંથી કોઈપણ બેંકના કસ્ટમર છો તો બેંક ઓપ્શનમાંથી તમારી બેંક પર કરો. તે પછી તમારા ફોન નંબર દ્વારા બેંકથી વેરિફાઈ કરવાનું રહેશે. તેના માટે તમે એ જ મોબાઈલ નંબર નાખજો જે તમે બેંકને પણ આપ્યો છે. હવે, વોટ્સએપ પર તમારે મોબાઈલ નંબર નાખવાનો છે અને એવું કરતા જ વોટ્સએપ એ જ સમયે બેંકમાંથી તમારું અકાઉન્ટ વેરિફાઈ કરશે અને પછી પેમેન્ટ સર્વિસની શરૂઆત થઈ જશે. હવે, તમે ઈચ્છો તેને રૂપિયા મોકલો અને તેની પાસેથી રૂપિયા મંગાવો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63