હોટેલના મેનુ કાર્ડમાં આ જાણકારી ફરજીયાત આપવી પડશે : સરકારનો નવો નિયમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-12-2020

હોટેલ અને રેસ્ટોરાંમાં મેનુ કાર્ડ (Menu Card) ને લઈ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI)એ એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. અને તેના હેઠળ હવે મેનુ લેબલિંગનો નવો નિયમ બનાવ્યો છે. આ નિયમમાં હવે હોટેલ અને રેસ્ટોરાંના મેનુ કાર્ડમાં ખોરાકની ન્યુટ્રીશન વેલ્યુ (Calorific Value) લખવી જરૂરી છે. જેને કારણે તમારા ખાવામાં કેટલી કેલરી છે તે અંગે તમે જાણી શકશો. આ ઉપરાંત ખોરાકમાં પોષક તત્વની માત્રા પણ લખવી પડશે.

ભારત સરકારે નવું લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન જાહેર કર્યું છે. અને 10થી વધારે ચેઈનવાળા રેસ્ટોરન્ટ એટલે કે 10થી વધારે જગ્યાઓ પર રેસ્ટોરન્ટ ધરાવતી કંપનીઓ પર આ નિયમ લાગુ પડશે. ફૂડ અને સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ઘણા સમયથી લેબલિંગ રેગ્યુલેશનને ઠીક કરવાના પ્રયાસ કરી રહ્યું હતું. અને હવે તેને નોટિફાઈ પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત કેલરીની કેટલી માત્રા કેટલા માણસો માટે પર્યાપ્ત છે તે પણ જણાવવું પડશે.

ભારત સરકારના નોટિફિકેશન બાદ મેન્યુ કાર્ડ, ડિસ્પ્લે બોર્ડ કે બુકલેટમાં ખાવાની આઈટમની સાથે તેની ન્યુટ્રીશન વેલ્યુ અંગે જાણકારી આપવી જરૂરી થઈ ગઈ છે. પિત્ઝા, બર્ગર વેચનાર ફૂડ ચેઈન જેવી કે મેકડોનાલ્ડ, પિત્ઝા હટ જેવી કંપનીઓને પણ પોતાની ફૂડ આઈટમની કેલરી અંગે જણાવવું પડશે.

તમને જણાવી દઈએ કે 100 ગ્રામના પિત્ઝામાં 260 કેલરી હોય છે. અને સો ગ્રામના બર્ગરમાં 295 કેલરી હોય છે. એક પુખ્તવયની વ્યક્તિને રોજ 2000 કેલરી એનર્જીની જરૂર હોય છે. કામના હિસાબથી વ્યક્તિની કેલરીની જરૂરિયાત અલગ-અલગ હોય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63