રાંધણ ગેસ વધુ 50 રૂપિયા મોંઘો થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-12-2020

સરકાર પોતાની તિજોરી ભરવા માટે સામાન્ય માણસોના ગજવા ઉપર ત્રાટકી રહી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેવા સમયે સરકારે ઘર ઉપયોગ માટેના રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો મૂકી દેતા ગૃહીણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.

કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓની મદદથી એલપીજીના ભાવ વધારી રહી છે પણ આ મહિને તો ઇતિહાસ રચી દીધો છે. સરકાર અને ઓઇલ કંપનીઓમાં ઘરેલુ રાંધણગેસના ભાવમાં મહિનામાં બીજી વાર ભાવ વધારો કરી દેવાયો છે. આવું બે દાયકામાં પહેલીવાર બન્યું હોવાનો દાવો જાણકારો કરી રહ્યા છે.જાણવા મળતી વિગત અનુમાન 1લી તારીખે નહિ પણ આ વખતે બીજી તારીખે ઘરેલુ બાટલામાં રૂ.50નો ભાવવધારો કરી દેવાયા ઓઇલ કંપનીઓએ ગઇકાલે રાત્રે ફરી રૂ.50નો ભાવ વધારો જાહેર કરી દેતા આ બાટલાના ભાવમાં મહિનામાં બીજીવાર વધારો થયો છે. ગઇકાલ રાતથી અમલી બને એ રીતે સરકારે રૂ.50નો ભાવ વધારો જાહેર કરતા – ડોમેસ્ટીક ગેસનો બાટલો હવે રૂ.710થી 713નો થયો હોવાનું જાણવા મળે છે. આમ ચાલુ મહિનામાં જ પ્રજાને કુલ રૂ.100નો ડામ આપવામાં આવ્યો છે. 15 દિવસમાં કોમર્શીયલ બાટલામાં રૂ.91 તો ડોમેસ્ટીકમાં રૂ.100નો ભાવ વધારો થઇ ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63