આજથી RTGSની ચોવીસે કલાક સેવા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-12-2020

ડિજિટલ લેવડ-દેવડ કરનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેંટની સુવિધાને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે હવે આરટીજીએસ એટલે કે પૈસા ટ્રાન્સફર કરવાની આ સુવિધા 24 કલાક ચાલુ રહેશે. આ સેવા આજ રાત્રે 12:30 વાગ્યેથી જ અમલી બનશે. ભારતીય રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે 14 ડિસેમ્બરથી આરટીજીએસની સુવિધા 24 કલાક ચાલુ રહેશે. જેથી હવે તમે ગમે ત્યારે અને કોઈ પણ સમયે આરટીજીએસ દ્વારા પૈસા ટ્રાન્સફર કરી શકશો. આ સાથે જ ભારત દુનિયાનાએ ગણતરીના દેશોમાં શામેલ થઈ ગયો છે જ્યાં રાત-દિવસ આ સુવિધા પુરી પાડવામાં આવે છે.

રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે, અનુસાર આજ રાત 12 વાગ્યે એટલે કે, મધ્યરાત્રિ 12:30 વાગ્યાથી આરટીજીએસ સર્વિસ દરેક સમયે હાજર રહેશે. 16 વર્ષ પહેલાં માર્ચ 2004માં ફક્ત 3 બેંકો સાથે આરટીજીએસ સેવા શરૂ કરવામાં આવી હતી અને

હવે 237 બેંકો આ સેવા સાથે જોડાયેલી છે. આરટીજીએસ દ્વારા દરરોજ 4 લાખ કરોડ રૂપિયાના 6 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન થાય છે.

અત્યાર સુધી આરટીજીએસ દ્વારા સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી નાણાંનો વ્યવહાર કરી શકતા હતા. એ પણ માત્ર બેંકિંગના કામકાજના દિવસોમાં. શનિવારે આ સુવિધા ફક્ત બપોરે 2 વાગ્યા સુધી મળતી હતી. મહિનાના બીજા અને ચોથા શનિવારે, બેંક હોલિડે, સાર્વજનિક હોલિડે અને રવિવારે કોઈ લેવડદેવડ થતી નહોતી. જોકે આજની રાત 12:30 વાગ્યાથી ઓનલાઈન બેંકિંગ ટ્રાન્સફરની આરટીજીએસ સર્વિસ 24 કલાક 365 દિવસ કામ શરૂ કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63