ગૂગલના સર્વરમાં (Google Server down) ધબડકો બોલતા વૈશ્વિક ક્રેકડાઉન બોલ્યું હોવાના અહેવાલ છે, આ ધબડકાના પગલે ગુગલની G-Mail, YouTube સહિતની સેવાઓ બંધ થઈ જતા ભારતમાં (Google India Server Down) ઓફિસમાં અને ઘરોમાં નોકરી કરી રહેલા યૂઝર્સને સમી સાંજે ભારે તકલીફ થઇ હતી. ગૂગલની અન્ય સેવાઓ પણ તેની નિયમિત સ્પીડ કરતા ધીમી પડી ગઈ હોવાના પગલે આ સર્વરનો ધબડકો છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જોકે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ટેક ઝાયન્ટ તરફથી હજુ સુધી કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી પરંતુ ભારતમાં પોતાના ઘરમાં અને ઑફિસમાં કામ કરતા લાખો વપરાશકર્તાઓ સમી સાંજે અટવાયા છે.
ગૂગલ એપ્સ ડાઉન થતાની સાથે જ યૂ-ટ્યૂબ પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ પહેલીવાર નથી કે ટેકઝાયન્ટ ગૂગલની સેવાઓનો ધબડકો બોલ્યો અને લોકોએ ફિરકીઓ લેવાની શરૂ કરી. જોકે, ગૂગલની સેવા સાથે લાખો યૂઝર્સ જોડાયેલા હોવાથી આ સર્વર ડાઉનનો ફટકો વેપાર-ધંધા પર પડવો સ્વાભાવિક છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો
ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો
GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62
GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63