થર્ટી ફર્સ્ટની ઉજવણી ઘરમાં જ કરવી પડશે, 9 વાગ્યા પછી બહાર નીકળવાની મંજૂરી નહીં

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી રાત્રી દરમિયાન થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે ખાસ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-12-2020

રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની (coronavirus) સ્થિતિને પગલે રાત્રી કર્ફ્યૂ (Night curfew) અમલમાં છે. જેને પગલે આવનારા તહેવાર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની (31st december celebration) ઉજવણી પણ શહેરીજનો રાત્રી દરમિયાન બહાર નહીં કરી શકે ખાસ કરી ખ્રિસ્તીઓના તહેવાર ક્રિસમસ ઉજવવા (christmas 2020) માટે પણ પોલીસ પરમિશન નથી આપવામાં આવી ત્યારે આ વર્ષે શહેરીજનોને ઘરમાં જ તહેવારોની ઉજવણી કરવી પડશે.

તાજેતરમાં જ દિવાળી અને નવા વર્ષની ઉજવણી શહેરીજનો કરતા કોરોનાથી સંક્રમિત હતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે સાથોસાથ વહીવટી તંત્ર દ્વારા સામે આવી રહેલા કોરોના કેસો પણ વધી રહ્યા છે જેને પગલે અમદાવાદમાં ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણી રાત્રી દરમિયાન નહીં કરવા આદેશ કરાયો છે.

ચારથી વધુ વ્યક્તિઓ એક સ્થળે એકઠા થશે પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જાહેરનામું પણ બહાર પાડી ચૂકી છે. તેમ છતાં પણ કેટલાક લોકો માસ્ક વિના ફરતા પોલીસના હાથે પકડાઈ છે.

અગાઉ દિવાળી અને અન્ય તહેવાર જાહેરમાં નહિ ઉજવવા માટે પોલીસ દ્વારા ફરમાન કરવામાં આવ્યું હતું તેમ છતાં અનેક બજારોમાં ભીડ એકઠી થતી હોવાથી સંક્રમણ વધ્યું હતું અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નહીં થતા પોલીસે પણ કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

તેવામાં હવે ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી રાત્રી દરમિયાન થાય તો કોરોનાનું સંક્રમણ વધે તેવી ભીતિ સેવાઈ રહી છે ખાસ કરી રાત્રી કર્ફ્યુ દરમિયાન પણ ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટની પાર્ટી પર પોલીસની નજર રહેશે તેવું  અમદાવાદ કન્ટ્રોલ ડીસીપી હર્ષદ પટેલ એ જણાવ્યું છે. થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી રાત્રી કર્ફ્યુ દરમિયાન ના થાય તે માટે અમદાવાદ પોલીસ તરફથી ટીમ પણ બનાવવામાં આવી છે સાથે જ અમદાવાદની આસપાસ ના તમામ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ આઈડેન્ટીફાઈ કરી તેની પર નજર રાખી તપાસ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63