હવે લગ્નપ્રસંગ માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે: રુપાણી સરકારનું નવું ફરમાન

હાલમાં દિવસ દરમિયાન આયોજન કરવા માટે કોઈ પોલીસ કે સરકારની પરમિશન લેવાની જરૂરિયાત નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-12-2020

રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં મૂક્યો છે. તેમજ લગ્ન સમારંભ માટે હાલમાં 100 લોકોને એકઠા થવાની પરવાનગી આપવામાં આવી હતી. લગ્ન બાબતે રાજય સરકાર દ્વારા આજે નવું ફરમાન બહાર પાડ્યું છે. જે મુજબ હવે લગ્નનું આયોજન કરનારે ફરજિયાત ઓનલાઈન અરજીસ્ટ્રેશન કરી મંજૂરી મેળવવાની રહેશે.કોરોના કાળામાં લગ્ન માટે હાલમાં સરકાર દ્વારા ખુલ્લા સ્થળો પર મહત્તમ 100 વ્યક્તિ અને બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ લોકોને મંજૂરી આપવામાં આવે છે. જોકે દિવસ દરમિયાન આયોજન કરવા માટે કોઈ પોલીસ પરમિશન કે સરકારની પરમિશન લેવાની જરૂરિયાત નથી. પરંતુ હાલમાં કોરોની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે હવે લગ્નનું આયોજન કરનારાઓને ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે આદેશ આપ્યો છે.

એટલે કે જે આગામી સમયમાં જે કોઈને લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે તેમણે ડિજિટલ ગુજરાત ( https://www.digitalgujarat.gov.in/)પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે નેશનલ ઈન્ફોરમેટિક્સ સેન્ટર દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર ઓર્ગેનાઈઝિંગ મેરેજ ફંક્શનનું સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે.

આ અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજના અંગે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ રજિસ્ટ્રેશનની પ્રિન્ટ લેઈને પોતાની પાસે રાખવાની રહેશે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટીતંત્ર તપાસ માટે આવે અને રજિસ્ટ્રેશનની માહિતી માંગણી કરે છે તો તે અરજદારે રજૂ કરવાની રહેશે. જો તેમણે રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63