24 કલાક બાદ તાપમાન 3થી4 ડીગ્રી ઘટશે, ઠંડીનું જોર વધશે : હવામાન વિભાગે કરી આગાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-12-2020

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે રાજ્યના વાતાવરણ ઉપર અસર જોવા મળી રહી છે.ગઈકાલે કમોસમી વરસાદ અને આજે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.આગામી 24 કલાક વાતાવરણ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગનું અનુમાન છે. ડિસેમ્બર બે સપ્તાહ પૂર્ણ રહેવા આવ્યા છે તેમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી.કારણ કે લઘુતમ તાપમાન સામાન્ય કરતા 4 ડીગ્રી ઉપર છે.આજે પણ નલિયાનું લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું છે.

જે 12 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 9 થી 10 ડીગ્રી થઈ જતું હોય છે.પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે 24 કલાક બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે.જોકે વારંવાર વાતાવરણ પલટો અને વધતું જતું પ્રદુષણ નું પ્રમાણ ખેતીના પાકને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ લોકોના સ્વસ્થ પર અસર જોવા મળશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63