લોકડાઉનથી અત્યારસુધીમાં 22 લાખ લોકો દંડાયા : કોરોના કાળમાં ગુજરાત પોલીસે દંડ પેટે 1 અબજ વસુલ્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-12-2020

માસ્ક નહીં પહેરનારા અને જાહેરમાં થૂંકનારા લોકો પોલીસનું મુખ્ય નિશાન : નેતાઓ બાકાત લોકડાઉનથી અત્યાર સુધીમાં કુલ 22 લાખ નાગરિક દંડાયા અને હજુ અનેક લોકો દંડાશે

કોરોનાકાળમાં માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવાના દંડની સરકારે કરેલી જોગવાઈના કારણે સરકારને આવકનું નવું સાધન ઉભુ થઇ ગયું હોય તેમ લોકડાઉનથી અત્યાર સુધીમાં ગુજરાત પોલીસે માસ્ક અને જાહેરમાં થૂંકવા સહિતના નિયમોના ભંગ બદલ લોકો પાસેથી રૂા.100 કરોડનો દંડ ખંખેરી લીધો છે.

સરકારની અવાર-નવાર અપીલો છતા માસ્ક પહેરવાના બદલે કોરોનાને આમંત્રણ આપતા 22 લાખ લોકો પાસેથી કુલ રૂા.100 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું હતું.

કોરોનાની માર્ગદર્શિકાનો કડક અમલ માત્ર સામાન્ય નાગરિકોને જ છે. ગુજરાતમાં આ કાયદો ભાજપના નેતાઓ, મંત્રીઓને તો લાગુ જ પડતો નથી. આ ભાજપની સત્તાકીય સંસ્કૃતિ આણંદમાં એનડીડીબીની એક બેઠકમાં આવેલા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે બહુ ગર્વભેર જાળવી હતી. બધા માસ્ક સાથે બેઠા હતા પણ મંત્રીએ તેમની દાઢીને માસ્ક પહેરાવ્યો હતો.

બીજી તરફ, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ શુક્રવારે એવી જાહેરાત કરી હતી કે, લોકડાઉનથી અત્યાર સુધીમા રાજ્યમાં માસ્ક સહિતના નિયમોનો ભંગ કરનારા પાસેથી પોલીસે રૂ. 100 કરોડનો દંડ વસૂલ્યો છે. રાજયના 22 લાખ લોકોએ માસ્ક નહી પહેરીને નિયમનો ભંગ કરનારા પાસેથી પોલીસે દંડ વસુલીને કાર્યવાહી કરી છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63