CBSE ધો.10-12ની પરીક્ષા માર્ચમાં નહીં લેવાય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-12-2020

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ડો. રમેશ પોખરિયાલ નિશંકે ગઇકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ, વાલી અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સંવાદ દરમિયાન શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે, આપણા દેશમાં અમેરિકાની કુલ વસતી કરતાં પણ વધુ એવા 33 કરોડ વિદ્યાર્થી છે. તેવામાં અમે કોરોના કાળમાં અભ્યાસ ચાલુ રહી શકે તે હેતુસર અનેક ઓનલાઇન કાર્યક્રમ શરૂ કર્યા છે. તેમણે કહ્યું હતું કે સીબીએસઆઇ 10મા અને 12મા ધોરણની પરીક્ષા તારીખો અંગે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. સીબીએસઇ પરીક્ષાઓ શરૂ થવાના લાંબા સમય પહેલાં પરીક્ષા તારીખની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે પરીક્ષાઓ માર્ચ મહિનામાં જ યોજવી તે જરૂરી નથી. સીબીએસઇ બોર્ડ પરીક્ષાનો 30 ટકા અભ્યાસક્રમ પહેલેથી જ ઓછો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જેઇઇ મેઇન અને નીટ 2021નો અભ્યાસક્રમ ઘટાડવા પણ વિચારણા ચાલી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રવેશ કસોટીઓની તારીખ ટકરાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવશે. જીવંત સંવાદ કરતાં વિદ્યાર્થીઓએ હેઝટેગ એજ્યુકેશન મિનિસ્ટર

લાઇવ સેશનમાં ભાગ લેતાં બોર્ડ પરીક્ષા, નીટ અને જેઇઇ જેવી પરીક્ષાઓ સંબંધી તેમની શંકાકુશંકાને સ્પષ્ટ કરી હતી. ખાસ કરીને કોરોના મહામારીને કારણે ભણતરને થયેલા નુકસાન, વિલંબથી શરૂ થયેલા શૈક્ષણિક વર્ષ, પરીક્ષાની પદ્ધતિ અને તારીખોને મુદ્દે સોશિયલ મીડિયા પર ચાલતી રહેતી અફવાને મુદ્દે વિદ્યાર્થીઓએ કેન્દ્રીય શિક્ષણપ્રધાન સાથે વાતચીત કરી હતી. ગયા શૈક્ષણિક સત્રમાં મહામારીને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. આ વર્ષમાં હજી વર્ગખંડમાં શિક્ષણ શરૂ થઇ શક્યું નથી.

JEE-NEET સંબંધમાં મલ્ટિપલ એટેમ્પ્ટના વિકલ્પ પર વિચારણા કરવામાં આવશે

કેન્દ્રીય શિક્ષણપ્રધાને જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીને વધુ સમય અ5ાશે. વિદ્યાર્થી જેઇઇ અને નીટ કસોટી વર્ષમાં બેથી વધુ વાર લેવાની માગણી કરી રહ્યા હતા. સ્થિતિ પ્રમાણે જેઇઇ અને નીટ 2021ના સંદર્ભમાં મલ્ટિપલ એટેમ્પ્ટ સંદર્ભમાં પણ વિચારણા કરાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63