કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલોની ઉઘાડી લૂંટ સામે તંત્ર ઘૂંટણીયે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-12-2020

કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે તંત્ર દ્વારા વધુ ખાનગી હોસ્પિટલોને કોવિડ કેસ સેન્ટર તરીકે જાહેર કરીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના ટપોટપ મોત થતાં ગભરાઈને અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે, કોવિડ હોસ્પિટલમાં કોર્પોરેશન ક્વોટાના 50 ટકા બેડ હોય છે તેમાં નિ:શુલ્ક સારવાર હોય છે. પરંતુ કેટલીક ખાનગી હોસ્પિટલો એકસ્ટ્રા ટ્રીટમેન્ટના નામે વધારાના પૈસા પડાવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના આનંદનગર વિસ્તારની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા એક દર્દીને 11 દિવસની સારવારનું 4.10 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવતા દર્દીઓના સ્વજનો નિ:શુલ્ક સારવારના બદલે તોતિંગ બિલ આવતા મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. સૌથી મોટો સવાલ એ છે કે, તમામ હોસ્પિટલોમાં સારવાર એક જ પ્રકારની આપવામાં આવે છે તો બિલની રકમ આટલો મોટો તફાવત કેમ? અગાઉ પણ આ જ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કર્યા બાદ તેનું મોત થયું હતું. જ્યાં હોસ્પિટલે તેમના પરિવારને 9 લાખથી પણ વધુનું બિલ પધરાવી દીધું હતું.

અગાઉ કેટલીક ખાનગી કોવિડ હોસ્પિટલ દ્વારા કોરોના કાળમાં ઉઘાડી લૂંટ કરી ચૂકી છે. ત્યારે આવી લૂંટ ચાલતી હોવાના કિસ્સા સામે આવતાં હોવા છતાં અધિકારીઓ કેમ કોઈ કાર્યવાહી નથી કરતાં. ઘણી ખાનગી કોવિડ હોસ્પિટલો સામે આક્ષેપ છતાં આવી હોસ્પિટલોને કેમ સાંખી લેવામાં આવે છે એવા અનેક સવાલો ઉઠી જવા પામ્યા છે. જેની સરકારે યોગ્ય તપાસ કરવી જોઈએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63