ગુજરાતમાં કાલથી વેક્સિનેશનનો સર્વે શરુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-12-2020

તા.9, રાજ્યમાં કોરોના વેક્સિનેશન માટે હવે હાઉસ-ટુ-હાઉસ સર્વે થશે અને એમાં 50થી વધુ ઉંમરના લોકોની અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડિટી યાને અન્ય રોગો ધરાવતા લોકોના એમ બે અલગ યાદીઓ તૈયાર થશે. ઘરદીઠ સર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર મારફતે અને અન્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી મારફતે 10 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન થશે. આ કામગીરી માટે ચૂંટણી દરમિયાન જે રીતે મતદાન મથક દીઠ ટીમની રચના થાય છે, તે રીતે સર્વે ટીમ બનાવીને કામગીરી કરવા જણાવવામાં આવ્યું છે, એટલે કે આ સમગ્ર કામગીરીમાં મતદાન મથક વાઇઝ ડેટા તૈયાર થશે.

ડિસેમ્બરની 10થી 13 તારીખો દરમિયાન હાઉસ- ટુ- હાઉસ સર્વે થઈ ગયા બાદ તા. 1-1-21ની સ્થિતિએ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની એક યાદી અને 50 વર્ષથી ઓછી ઉંમરના કો-મોર્બિડ લોકોની બીજી યાદી 14થી 16 ડિસેમ્બર દરમિયાન ઉક્ત ટીમ દ્વારા જ તૈયાર થશે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનને તથા જિલ્લા તંત્રને

આ સર્વે માટે મતદાન મથક વાઇઝ ટીમોની રચના તાત્કાલિક મંગળવારે જ કરી દેવાનું તેમજ દરેક ટમને ઓરિયેન્ટેશન આપવાનું જણાવાયું છે અને આ સમગ્ર કામગીરીની સમીક્ષા આવતીકાલ બુધવારે મુખ્ય સચિવના અધ્યક્ષપણા હેઠળ યોજાનારી કમિટી ઓફ સેક્રેટરીઝની મિટિંગમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા થશે. સર્વે ટીમોએ કોમોર્બિડિટીમાં કેન્સર, અવયવ ટ્રાન્સપ્લાન્ટ, કિડનીના રોગો, હૃદયના રોગો, થેલિસિમિયા, સિકલસેલ એનિમિયા, એઈડ્સ, માનસિક રોગો સહિત અસાધ્ય રોગોની માહિતી ધ્યાને લેવા જણાવાયું છે. આ સમગ્ર બાબતો અંગે રાજ્યના આરોગ્ય કમિશનરે પરિપત્ર બહાર પાડી તમામ જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનરોને મોકલાવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63