સ્માર્ટફોનથી ફક્ત 30 મિનિટમાં કોરોના ટેસ્ટ જાણી શકાય તેવી તકનીક વિકસાવાઈ રહી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-12-2020

કલ્પના કરો કે તમારા નસકોરાને સ્વેબ કરો, ડિવાઇસમાં સ્વેબ લગાડો અને તમારા ફોન પર 15 થી 30 મિનિટમાં રીડ-આઉટ મળી જશે કે તમે COVID-19 વાયરસથી સંક્રમિત છો કે નહીં. ગ્લેડસ્ટોન ઇન્સ્ટિટ્યુટ, કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે (યુસી બર્કલે) અને કેલિફોર્નિયા યુનિવર્સિટી, સાન ફ્રાન્સિસ્કો (યુસીએસએફ) ના વૈજ્ઞાનિકોની ટીમ આ પ્રકારની તકનીક વિકસાવી રહ્યા છે

દુનિયાભારમાં કોરોના વાયરસનો હાહાકાર હજુય જોવા મળી રહ્યો છે. અને હાલ દેશ સહિત દુનિયાભરમાં કોરોનાનાં દર્દીઓ સતત વધી રહ્યા છે. હાલના સમયમાં કોરોના ટેસ્ટની તપાસમાં રિપોર્ટ આવવામાં સમય જઈ રહ્યો છે. આ વચ્ચે વૈજ્ઞાનિકોએ CRISPR આધારિત કોવિડ 19 ટેસ્ટ માટે એક ટેકનિક વિકસિત કરી છે. જેમાં સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરીને 30 મિનિટથી અંદરના સમયમાં જ રિઝલ્ટ મળી જશે. હાલમાં જ એક રિસર્ચ જનર્લમાં આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિસર્ચ મુજબ નવા ટેસ્ટમાં ન ફક્ત પોઝિટિવ કે નેગેટિવ રિઝલ્ટ મળે છે પણ તેમાં વાઈરલ લોડ કેટલો છે તેની પણ માહિતી મળી જાય છે.

અમેરિકાના ગ્લેડસ્ટોન ઈન્સ્ટીટ્યુટના વરિષ્ઠ રિસર્ચર જેનિફર ડાઉડનાએ કહ્યું કે, અમે CRISPR આધારિત તપાસને લઈને એટલા માટે ઉત્સાહિત છે કે તે જરૂરના સમય કરતાં જલ્દી સાચા પરિણામ આપી દે છે. આ વિશેષ રીતે એ જગ્યાઓ પર ઉપયોગી છે જ્યાં ટેસ્ટની પહોંચ સીમિત હોય અને જ્યારે વારંવાર ઝડપથી તપાસની જરૂર હોય. આ કોવિડ 19ને લઈને આવનારી અનેક મુશ્કેલીઓને દૂર કરી શકે છે.

ડાઉડનાને જીનોમ એડિટિંગ માટે 2020માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો છે. રિસર્ચરોએ જોયું કે ઉપકરણે પાંચ મિનિટના અંદર પોઝિટિવ સેમ્પલને સાચી રીતે ઓળખી લીધા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63