સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારત બંધની આંશિક અસર : કોંગી આગેવાનોની અટકાયતો : ધંધા-રોજગાર રાબેતા મુજબ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-11-2020

કેન્દ્રીય કૃષિ બીલના વિરોધમાં આજે અપાયેલા ભારત બંધના એલાનની સૌરાષ્ટ્ર-કચ્છમાં આંશીર અસર જોવા મળી હતી. ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમતા રહ્યા હતાં. બંધના ટેકામાં દુકાનો બંધ કરાવવા કોંગી આગેવાનો મેદાનમાં ઉતરતા જ તેને પોલીસે ઉપાડી લીધા હતાં.અહીં એ ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કૃષિ બીલને કાળા કાયદા સમાન ગણાવી નવી દિલ્હી ખાતે ખેડૂતો છેલ્લા આઠ દશ દિવસથી આરપારની લડત ચલાવી રહ્યાં છે. આ કાયદાના વિરોધમાં અપાયેલા આજના બંધમાં સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારોમાં ધંધા-રોજગાર રાબેતા મુજબ ધમધમતા રહ્યા હતા. જયારે માર્કેટ યાર્ડમાં કામકાજ બંધ રહેવા પામેલ હતું.

કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતોએ આંદોલનના મંડાણ કર્યા છે જેમાં ભારત બંધના આજે અપાયેલા એલાનના સમર્થનમાં મેંદરડા તેમજ ટંકારામાં હાઇવે પરની દુકાનો ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારોએ સજજડ બંધ પાળ્યા હતા. જો કે આ બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનેલ ન હતાં. આ બંધના પગલે રાજકોટ, ગોંડલ, અમરેલી, બગસરા, મોરબી, ટંકારા સહિતના માર્કેટ યાર્ડોમાં કામકાજ બંધ રહ્યા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે ગોંડલ અમરેલી સહિતના યાર્ડો બંધ દરમિયાન શરૂ રહ્યા હતા પરંતુ ખેડૂતો અને કમિશન એજન્ટો નહીં આવતા હરરાજી સહિતના કામકાજો બંધ રહ્યા હતા.આ બંધના એલાન દરમિયાન પોલીસે સૌરાષ્ટ્રમાં ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખેલ હતો.સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોએ આ બંધને ટેકો જાહેર કર્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63