મોરબી પાલિકાની બેદરકારીનો વિડિઓ વાઇરલ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2020

મોરબી,તા.7 : ટાયરમાં હવા ના અને પછી ચલાવો એટલે સાપની સુપડા નાખે એવી જ રીતે મોરબી પાલિકાનું ટ્રેકટર આવી જોખમી હાલતમાં જઇ રહ્યું હતું રોડ પર જઈ રહ્યું હતું અને એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. ટ્રેકટર ચાલકની આ જોખમી હાકણીનો સ્ટંટ ટ્રેક્ટર ચાલક થતા આસપાસથી પસાર થતા વાહનોને ભારે પડી શકે તેમ છે મોરબી નગરપાલિકાના ગેરેજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાલિકાનું એક ટ્રેકટર રોડ ઉપર જઈ રહ્યું હતું. જેની ટ્રોલીના ચારેય ટાયરમાં હવા ન હોય ટાયર ફાટી ગયા હતા. છતાં ડ્રાઇવર તે ટ્રેકટર લઈને રોડ ઉપરથી બિન્દાસ્ત જઈ રહ્યો હતો.

ટ્રેકટરની ટોલી પાછળ હાલક ડોલક થઈ રહી હતી અને બાજુમાંથી પસાર થતા વાહનચાલકો ઉપર જાનનું જોખમ ઉભું થયું હતું. આ સમગ્ર ઘટનાને એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી ડ્રાઇવરને અટકાવ્યો પણ હતો. પણ ડ્રાઇવર તો નગરપાલિકાનો કર્મચારી હતો એમ થોડું કાઈ થાય તેવો જવાબ આપી પોતાની મોજમાં ફરી ટ્રેકટર ચલાવીને જતો રહ્યો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63