ભારત બંધને પગલે ગુજરાતમાં આજ રાતથી 144 લાગુ, SRP ની ટુકડી સ્ટેન્ડબાય રખાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2020

રાજ્યમાં આવતીકાલે કૉંગ્રેસ દ્વારા ભારત બંધ અંતર્ગત ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કૉંગ્રેસના આ એલાનને પગલે રાજ્યમાં પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં કૉંગ્રેસ દ્વારા એપીએમસી અને બજારો બંધ કરાવવાની અપીલ કરવામાં આવી છે ત્યારે પોલીસે બળજબરી પૂર્વક બંધ કરાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ એક પ્રસ કૉન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેમાં તેમણે પોલીસ બંદોબસ્ત વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે આવતીકાલે રાજ્યમાં કલમ 144 લગાવવામાં આવશે. 4 કે તેથી વધુ વ્યક્તિ એકઠા થયા તો ધરપકડો થશે. પોલીસ વડા ભાટીયાએ કહ્યું કે ‘આવતીકાલે રાજ્યમાં કડક બંદોબસ્ત કરવામાં આવશે. રાજ્યમાં SRPની ટૂકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ હાઇવે બંધ કરાવવાનો પ્રયાસ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ ઘટના કે સ્થળના વીડિયો સોશિયલ મીડિયા પર મૂકશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.”

ભાટિયાએ જણાવ્યું કે રાજ્યમાં આવતીકાલે જો કોઈ અસામાજિક તત્વો દુકાનો બંધ કરાવવાનું કામ કરશે તો ગુનાદાખલ કરવામાં આવશે. સિનિયર અધિકારીઓ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. રાજ્યમાં કોઈ જાહેર અસ્કયામતોને નુકશાન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.

4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવતભાટીયાએ ઉમેર્યુ કે રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ શહેરોમાં રાત્રિના 9.00 વાગ્યાથી સવારના 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવશે. પોલીસ દ્વારા આ અંગે સખત કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63