હજુ પણ નથી જોઈ શકતા Netflix ફ્રીમાં? તો આ રીતે મળશે ફ્રીમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-12-2020

ભારતમાં ઓનલાઈન કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સના બે દિવસીય સ્ટ્રીમફેસ્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નેટફ્લિક્સની આ ઓફરનો લાભ લઈ રહેલા લોકોની વધતી સંખ્યાને કારણે વપરાશકર્તાઓ ‘ StreamFest is at capacity ‘ નો સંદેશ જોઈ રહ્યા છે અને તેઓ મફતમાં નેટફ્લિક્સનો આનંદ માણી શકતા નથી. જો તમને પણ આ સંદેશ મળી રહ્યો છે તો નિરાશ થશો નહીં, નેટફ્લિક્સ પાછળથી તમને મફત મૂવીઝ અને બે શો નિશુલ્ક વેબ શો જોવાની તક આપશે. આ મામલે નેટફ્લિક્સે ટ્વીટ કર્યું છે.

નેટફ્લિક્સે ટ્વિટ કર્યું છે કે, સ્ટ્રીમફેસ્ટ દ્વારા મળેલા જબરદસ્ત પ્રતિસાદને લીધે વપરાશકર્તાઓ StreamFest is at capacity સંદેશો જોઈ રહ્યા છે. જો તમને આ પ્રકારનો સંદેશ દેખાય છે, તો પછી અમને તમારું ઇમેઇલ આઈડી અને ફોન નંબર Netflix.com/StreamFest પર આપો, અમે તમને આ અઠવાડિયે જણાવીશું કે ક્યારે તમે 2 દિવસ નિશુલ્ક નેટફ્લિક્સનો આનંદ માણી શકશો.

તમને જણાવી દઈએ કે ભારતમાં 5 અને 6 ડિસેમ્બરે નેટફ્લિક્સે સ્ટ્રીમફેસ્ટનું આયોજન કર્યું છે. આ સમય દરમિયાન નેટફ્લિક્સના બિન-સબ્સ્ક્રાઇબર્સ પણ મફતમાં નેટફ્લિક્સમાં લોગ ઇન કરી શકશે અને મફતમાં તેમની પસંદીદા મૂવીઝ અને વેબ સિરીઝનો આનંદ લઈ શકશે. નેટફ્લિક્સે કહ્યું છે કે આ માટે વપરાશકર્તાઓને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની જરૂર રહેશે નહીં. નેટફ્લિક્સે આ ઉપહાર ભારતીય વપરાશકર્તાઓને 48 કલાક માટે આપ્યો છે. 4 ડિસેમ્બરે બપોરે 12.00 વાગ્યે સ્ટ્રીમ ફેસ્ટ ઓફર શરૂ થઈ હતી, જે 6 ડિસેમ્બરના રોજ રાત્રે 11.59 સુધી ચાલુ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો

ફેસબુક પેજ પર વહેલી ન્યુઝ અપડેટ કરવામાં આવે છે, ફેસબુક પેજ લાઈક કરી લેશો

GROUP LINK-05 DIVYAKRANTI NEWS B62

GROUP LINK-06 DIVYAKRANTI NEWS B63